અમરેલીમાં વિપક્ષ નેતા સ્કૂટર લઇ બંધ તો સંઘાણી સાયકલ ઉપર નીકળ્યા - જૈનબ ખફી બળદ ગાડું લઈને નીકળ્યા કેમ વાંચો

અમરેલીમાં વિપક્ષ નેતા સ્કૂટર લઇ બંધ તો સંઘાણી સાયકલ ઉપર નીકળ્યા -  જૈનબ ખફી બળદ ગાડું લઈને નીકળ્યા કેમ વાંચો

અમરેલીમાં આજે વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ફિલ્મ દ્રશ્યો જોવા મળ્યાં હતાં. પરેશ ધાનાણીને પકડવા માટે બજારમાં પકડ દાવના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા હતાં. વીડિયોમાં પરેશ ધાનાણી સ્કૂટર લઈને બંધ કરવાના સમર્થનમાં અપીલ કરતા જઈ રહ્યા છે. જેમાં પોલીસ ધાનાણીનો પીછો કરી રહી છે. ધાનાણી આગળ અને પોલીસની ગાડી પાછળ પાછળ જોવા મળી હતી. પોલીસ ગાડી ધાનાણીની આગળ જઈ ઉભી રાખી ધાનાણીને પકડવાનો પ્રયત્ન કરે કે તરત ધાનાણી બાજુની ગલીમાંથી સરકીને નીકળી જાય. જે બાદ પોલીસે ફરી પીછો કરી ધાનાણીને પકડવા માટે કોશિશ કરી હતી. આમ અમરેલીની બજારમાં આજે પોલીસ અને ધાનાણી વચ્ચે પકડા પકડીનો ખેલ જામતા વીડિયોમાં પરેશ ધાનાણી કહે છે કે હું તમને વિનંતી કરૂ છું આવી જબરદસ્તી નહિં ચાલે. પોલીસ લોકોની સુરક્ષા માટે છે. ધાક, ધમકી અને ગુંડાગીરી માટે નહીં. અરે ભાઈ હું એકલો બેઠો છું મારી ગાડીમાં. એ ભાઈ શું કામ પણ હું એકલો રોડ પર નીકળો છું. આ દેશમાં લોકોને વિરોધ કરવાનો અધિકાર છે. કોઈ નહી હું એકલો જ છું મારી ગાડીમાં, તમારાથી નો રોકાઈ, ગામમાં ફરવાની છૂટ છે. તમે ક્યા કાયદાની વાત કરો છો. લોકોએ પોતાની રીતે દુકાનો બંધ રાખી છે. સરકારની પપેટગીરી કરોમાં આ દેશમાં લોકશાહી છે. એ ભાઈ હાથ અડાવતા નહીં કોઈ મને આ ખોટી વાત છે. ખબરદાર જો કોઈ મને અડ્યા તો હું એકલો જાવ છું. તેમ કહી પરેશ ધાનાણી નીકળી ગયા હતા.
ખેડૂત આંદોલનને લઇ અપાયેલા ભારત બંધન એલાનમાં અમરેલીમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. સવારે વિપક્ષ નેતા પરેશ ધાનાણી વેપારીઓને બંધ કરવાની અપીલ કરવા માટે નીકળ્યા હતા ત્યારે પોલીસે ધાનાણીની અટકાયત કરી હતી જે બાદ ભાજપના નેતા દિલીપ સંઘાણી સાઇકલ પર સવાર થઈને લોકોને બંધને સમર્થન ન આપવાની અપીલ કરવા નીકળ્યા હતા. જામનગરમાં નગર સેવિકા જૈનબ ખફી ભારત બંધના એલાનને સમર્થન આપવા માટે બળદ ગાડું લઈને નીકળ્યાં હતાં અને વિરોધ કર્યો હતો. ત્યારે પોલીસે બળદ ગાડામાંથી નગર સેવિકાને ઉતારી અટકાયત કરી જેથી કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો.