અમરેલી : મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા અનાજ કીટનું વિતરણ

જાફરાબાદ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મુંબઈથી આવેલા મુસ્લિમ સમાજના લોકોએ સમસ્ત જ્ઞાતિઓના લોકોને કીટ વિતરણ કરવામાં આવી.
તૌકતે વાવાઝોડા એ તબાહી મચાવી છે જ્યારે જાફરાબાદ વિસ્તારમાં વધુ અસરગ્રસ્ત હોય અને ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકશાની થઇ છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર કે શહેર વિસ્તારની અંદર 90% પતરાવાળા અને નળિયાવાળા મકાનો નાશ થયા છે ત્યારે લોકોને એક ટંકનું ખાવાનું પણ ફાફા થઈ રહ્યા છે ત્યારે સામાજિક સંસ્થાઓ અને કાર્યકરો દ્વારા ટ્રકો ભરીને લોકોની સેવા કરી રહ્યા છે માનવ સેવા એજ પ્રભુ સેવા ને ચૂત્ર સાર્થક થયું છે જ્યારે મુંબઈથી આવેલ મુસ્લિમ સમાજ ના આગેવાનો એ સમસ્ત જ્ઞાતિના લોકોને કીટ બનાવી વિતરણ કરવામાં આવી છે.