અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 600 કરોડનું દાન - અંતિમ તારીખ 27 ફેબ્રુઆરી

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 600 કરોડનું દાન - અંતિમ તારીખ 27 ફેબ્રુઆરી

અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ માટે શિલ્પકારો અને એન્જીનીયરોએ કામ શરુ કરી દીધું છે ત્યારે મંદિર બાંધકામના નિર્માણ માટે દાન ઍક્ત્રકારવામાં આવી રહ્યું છે જેને લઇ 600 કરોડથી વધુની રકમ દાન પેટે મળી ગઈ છે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટીઓએ કહ્યું હતું કે 20 દિવસમાં 600 કરોડનું દાન મળી ગયું છે. સમાજનો દરેક વર્ગ મંદિર નિર્માણમાં ફાળો આપવા આગળ આવી રહ્યો છે. તા.27 ફેબ્રુઆરી સુધી દાનઅભિયાન ચાલવાનું છે ત્યારે હવે બાકીના 18 દિવસોમાં દાનનો પ્રવાહ હજુ વધવાનું અનુમાન છે. મંદિર નિર્માણમાટે ફંડ એકત્રીત કરવાની ઝુંબેશમાં ફૈઝાબાદનો મુસ્લીમ સમુદાય પણ આગળ આવી રહ્યો છે. મુસ્લીમ રાષ્ટ્રીય મંચના સભ્ય હાજી સઈદ અહેમદે કહ્યું કે ભગવાન રામ તમામના છે અને રામમંદિર પણ સર્વ લોકોનું છે. મંદિર નિર્માણમાં મુસ્લીમો પણ યોગદાન આપશે. ભગવાન રામ હિન્દુસ્તાનના છે અને અમે પણ હિન્દુસ્તાનના જ છીએ. હિન્દુઓ સાથે ભાઈચારો જ છે.
ગત 5 ઓગષ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિપૂજન કરાયા બાદ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભવ્ય રામમંદિર નિર્માણ માટે ગત તા.15મી જાન્યુઆરીથી ફાળો ઉઘરાવવાનું શરુ કરાયું હતું જેમાં મળતી માહિતી મુજબ 100 કરોડથી વધુનું દાન માત્ર મધ્યપ્રદેશથી મળ્યું છે જેમાં 10 લોકોએ 1 કરોડથી વધુ અને 20 લોકોએ 50 - 50 લાખ દાનમાં આપ્યા છે. સુરતના ગોવિંદભાઈ ધોળકિયાએ 11 કરોડનું દાન કર્યું છે તો મહેશભાઈ કબૂતરવાળાએ 5 કરોડ અને લવજી બાદશાહે 1 કરોડનું દાન આપ્યું છે.