અરવલ્લી : આમ આદમી પાર્ટી ની ચૂંટણી પ્રચાર માટે ડી.જે સાથે રેલી નીકળી

૨૮ ફેબ્રુઆરી એ યોજાનારી સ્થાનીક સ્વરાજ્ય ની ચુટણી ને લઈને ચુટણી મા ગરમાઓ જોવામળ્યો છે ત્યારે આ ચુટણીમા આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ મેદાન મા ઉતર્યા છે ત્યારે આજરોજ મેઘરજ તાલુકામા આમ આદમી પાર્ટી ના
દિલ્હી ના ધારાસભ્ય વિશેષ રવિ ની ઉપસ્થીતી મા મેઘરજ તાલુકાની ૫ જીલ્લા પંચાયત અને ૨૨ તાલુકા પંચાયત માટે ચુટણી પ્રચાર માટે ડી.જે સાથે રેલી નીકળી હતી જે મેઘરજ તાલુકાના વિવીધ માર્ગો પર ફરી હતી ઝાડુ ના પ્રતિક સાથે ની આમ આદમી પાર્ટી ની રેલી નીકળતા સૌનું આકર્ષણનું કેદ્વ બની હતી