અરવલ્લી : ઉનાળાની શરૂઆતમાં જ ખેડૂતો માટે પાણીની પારાયણ

અરવલ્લીના મેઘરજ તાલુકાના પટેલ ઢુંઢા ગામે ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પારાયણ શરૂ થઈ છે પીવાના પાણી થી લઈને સિંચાઇ માટેની કોઈ જ પ્રકારની સુવિધા ન હોવાને કારણે ખેડૂતો તળાવમાં બેસીને રામધૂન કરી તંત્ર ને જગાડવાનો પ્રયત્ન કર્યો
અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુ પાલન છે .પરંતુ સિંચાઇ માટે ની કોઈ જ સુવિધા ના હોવાને કારણે અહીંના ખેડૂતોને વરસાદ આધારિત ખેતી કરવી પડેછે.ખેડૂતો પાસે જમીન તો છે પરંતુ સિંચાઇ માટે પાણી નથી શિયાળાની શરૂઆત થી જ પાણીના તળ નીચા ઉતરી જાયછે ગામના છેવાડે મોટું તળાવ છે જે સરકાર કરોડોના ખર્ચે ઊંડા તો કરાવ્યા પરંતુ પાણીના હોવાના કારણે ખેતી થઈ શકતી નથી બે વર્ષ અગાઉ નેતાઓએ આ તળાવનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું અને નર્મદાના નિર ના વધામણાં પણ કર્યા હતા અને પાણીથી ભરવાની ખાતરી આપી હતી પણ આજ દિન સુધી પાણીનું ટીપું ય ન આવતા ગામલોકો રોષે ભરાયા છે.અને ધમધોખતા તાપમાં બેસી ને રામધૂન બોલાવી હતી અહીંના ખેડૂતોની સરકાર પાસે માંગ છે કે ગામના તળાવમાં વહેલી તકે પાણી ભરાય તો બોર કુવા ઓ ના સ્તર ઊંચા આવે જેથી કરી અહીંના લોકોને સિંચાઇ માટે પાણી મળી રહે
આ ગામ તથા આજુબાજુના 15 થી 20 ગામના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે.જેથી પાણીના અભાવે પશુઓ માટે પણ ઘાસચારો વેચાતો લાવવો પડેછે ખેડૂતો નું માનવું છે કે સરકાર ઉધોગો અને રોડ રસ્તાઓ માટે કરોડોનો ખર્ચ કરે છે તો ખેડૂતો માટે કેમ નહિ જગતનો તાત કહેવતો ખેડૂતને જો પાણી ની વ્યવસ્થા કરવામાં આવે તો ખેડૂતો આર્થિક રીતે સધ્ધર થઈ શકે .આ તળાવ પાણીથી ભરવામાં આવે તો આજુબાજુના 15 થઈ 20 ગામો ને સિંચાઇ માટે પાણી મળી રહે અને ગામના બોર કુવા ના સ્તર પણ ઉંચા આવે
ખેડૂતો ની સરકાર પાસે માંગ છે કે આ તળાવ વહેલી તકે ભરવામાં આવે નહિ તો આવનાર સમયમાં ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે અને આવનાર વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે