અરવલ્લી : પી.સી.એન હાઈસ્કૂલ હોલ ખાતે નારી ગૌરવ દિવસનો કાર્યક્રમ યોજાયો

મેઘરજ પી સી એન હાઈસ્કૂલ હોલ ખાતે અરવિંદભા પટેલ સાબરમતી ના ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં “નારી ગૌરવ દિવસ” નો કાર્યક્રમ યોજાયો
રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનના સેવાયજ્ઞના ભાગરૂપ આજે ૪ ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષનો કાર્યક્રમ યોજાયો હતો . જેમાં અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની મહિલાઓને લાભ આપવાનો કાર્યકમ મેઘરજના પી સી એન હાઈસ્કૂલ હોલ ખાતે નારી ગૌરવ દિવસ ના ઉજવણીના ભાગ રૂપે તાલુકા કક્ષાએ યોજાયો હતો જેમાં મેઘરજ તાલુકામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કૃષ્ટ યોજના અંતર્ગત શૂન્ય ટકા વ્યાજે લોન આપી મેઘરજના દસ જેટલા પ્રત્યેક સખી મંડળ ને એક લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મંત્રી ઉત્કર્ષ યોજના અંતર્ગત મેઘરજ તાલુકામાં કુલ 70 JLESG મહિલા જૂથોને વિવિધ મહાનુભાવોના હસ્તે ચેક વિતરણ કરાયો હતો જેમાં મેઘરજ તાલુકાના મામલતદાર એસ એ ચૌહાણ , ટી ડી ઓ સુથાર ,તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી ડામોર સહીત ભાજપા જનતા પાર્ટીના અગ્રણીઓ, સખી મંડળની મહિલાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો