અરવલ્લી : મેઘરજ ખાતે 31 બેડ ની કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી

અરવલ્લી જિલ્લામાં કોરોના ના કેસ માં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મેઘરજ તાલુકામાં પણ તેની અસર દિવસે દિવસે જોવા મળી રહી છે ત્યારે સરકારી હોસ્પિટલ હોય કે પછી દવાખાના હોય દર્દીઓથી ઉભરાયેલા જોવા મળ્યા છે મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે,તાલુકાના 129 ગામડાઓ વચ્ચે એક માત્ર ઇસરી ખાતે 20 બેડનું કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે પરંતુ એમાં ફક્ત ચાર બેડ જ ઓક્સિજન વાળા છે જેને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને ઓક્સિજન ના મળવાના કારણે ઘરે જ મૃત્યુ પામતા હોય છે ત્યારે મેઘરજ ખાતે 31 બેડ ની કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે જેમાં 21 બેડ ઓક્સિજનના ઉભા કરવામાં આવ્યા છે સાથે સાથે તમામે તમામ મેડિકલ સ્ટાફ ઓક્સિજન સિલિન્ડરો અને ડોક્ટરનો તમામ સ્ટાફ હાજર કરી દેવામાં આવ્યો છે ત્યારે આ હોસ્પિટલ હાલ પૂરતી શોભાના ગાંઠિયા સમાન દેખાઈ રહી છે ત્યારે જોવું રહ્યું કે તંત્ર દ્વારા ક્યારે હોસ્પિટલ શરૂ થશે અને ક્યારે દર્દીઓને લાભ મળશે તે જોવું રહ્યું