ઉપલેટા : JCI દ્વારા શપથવિધિ અને સન્માન સમારોહનું આયોજન કરાયું

ઉપલેટા JCI દ્વારા 2021 પ્રેસિડેન્ટ અનિતા ચૌહાણ 2021 સેક્રેટરી અસ્મિતા મુરાણી અને 2021ની નવી ટિમ માટે શપથવિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને આ તકે વર્ષ 2020 માં JCI ટિમ દ્વારા કોરોના કાળ દરમિયાન કરાયેલ કામગીરીની યાદી કરવામાં આવી હતી. આ તકે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ મયુરભાઈ સુવાનું, પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયાનું, ઉપલેટાના તમામ પત્રકારોનું, અને વર્ષ 2020 માં JCI ને મદદરૂપ થનાર તમામનું વિશેષ સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ઉપલેટા JCI ફાઉન્ડર પ્રેસિડેન્ટ JC ગીરીશભાઈ પટેલ, પાસ્ટ ઝોન ઓફિસર ઝોન 7 ના JC HGF હારુનભાઈ માલવીયા તથા JCI ના અધિકારીઓ તેમજ રાજકીય તથા સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.