ઉપલેટા : K.P.S.N.A. ગ્રૂપ ઓફ અમેરિકા દ્વારા એક અલગ સેવાકીય પહેલ

હાલ કોરોનાની મહામારીને લઈ સ્કૂલ કોલેજો સદંતર બંધ રહ્યા હતા અને બાળકોને પૂરતું શિક્ષણ મળી શક્યું ન હતું અને હાલના સમયમાં શિક્ષણ ખુબજ મહત્વનું હોય જેને ધ્યાને લઇ ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ તેમજ K.P.S.N.A. ગ્રૂપ ઓફ અમેરિકા દ્વારા એક અલગ સેવાકીય પહેલ કરવામાં આવી છે જેમાં આર્થિક પછાત વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત નો રહે અને સારું ભવિસ્ય બનાવી શકે તેના માટે વિનામૂલ્યે ટ્યુશન કલાસીસ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં બાળકોને શિક્ષણ ની સાથે સાથે વ્યસન મુક્ત રહેવા, સજ્જન નાગરિક બનવા ,આસપાસના સિસ્ટરો પર પ્રવાસ કરી પ્રાકૃતિકની પ્રેરણા આપવા , તેમજ અલગ અલગ શિબિરો રાખી બળજોને તમામ પ્રકારથી ટ્રેઈન કરવા નું આયોજન કરવામાં આવશે વધુમાં આ સંસ્થાઓ દ્વારા બાળકોને શિક્ષણ દરમ્યાન તમામ ઘટતી વસ્તુઓ પુરી પાડવામાં આવશે.
આ સંસ્થા સાથે જોડાયેલા નિવૃત આચાર્યશ્રીઓ બાળકોને પોતાનું અનુભવનું જ્ઞાન આપશે અને બહોળો અબુભવ ધરાવતા શિક્ષકો દ્વારા બાળકોને સારું ભણતર આપી ટ્રેઈન કરવામાં આવશે