ઉપલેટા : નગરપાલિકાના પ્રમુખ તરીકે મયુર સુવા ચુંટાયા

ઉપલેટા શહેરમાં આજે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે સત્તા સાંભળી
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આજે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ તરીકે મયુર સુવા ચુંટાયા હતા જ્યારે ઉપપ્રમુખ તરીકે મંજુલાબેન માકડિયા ચુંટાયા હતા.
ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ધોરાજી પ્રાંત અધિકારી ગૌતમ મિયાણીના અધ્યક્ષ સ્થાને ઉપલેટા નગરપાલિકાના સભા ખંડમાં યોજાઈ હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.
આ ચૂંટણી બાદ ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ તરીકે ભાજપ પક્ષના યુવા નેતા મયુર સૂવાની બિનહરીફ પસંદગી થઈ છે અને ઉપપ્રમુખ તરીકે મંજુલાબેન માકડિયા ચુંટાયા છે સાથે કારોબારી ચેરમેન તરીકે જયંતીભાઈ ગજેરા ચુંટાયા છે.