ઉપલેટા : માર્કેટિંગ યાર્ડ દ્વારા માર્ચ મહિના એન્ડિંગમાં રજા જાહેર કરાઈ

રાજકોટ જીલ્લાના ઉપલેટામાં માર્કેટિંગ યાર્ડ દ્વારા માર્ચ મહિના એન્ડિંગમાં રજા જાહેર કરવામાં આવી છે આગામી તારીખ 25 થી 31 સુધી જાહેર હરાજી નું કામકાજ બંધ રહેશે તારીખ 24 ના હજી પૂર્ણ થયા બાદ તમામ જણસીની આવક સદંતર બંધ કરી તારીખ 31 થી તમામ જણસીની આવક ચાલુ કરવામાં આવશે જ્યારે માર્ચ એન્ડિંગની રજામાં જનરલ કમિશન એજન્ટ અને યાર્ડમાં વેપાર કરતા વેપારીઓને 2021/22 ની લાયસન્સ અરજી 31 સુધીમાં કરવાની રહેશે રજાના દિવસોમાં યાર્ડની અંદર કોઇપણ વેપારી અથવા ખેડૂતોની જણસી પ્રવેશવા દેવામાં નહીં આવે તેમ યાર્ડના સેક્રેટરી રાજ ઘોડાસરા જણાવેલ છે