ઉપલેટા : માર્કેટીંગ યાર્ડમાં ઘઉની પુષ્કળ પ્રમાણમાં આવક જોવાં મળી

ઉપલેટા પંથકમાં તેમજ ઉપલેટા ના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ સિઝનનો વરસાદ ખુબજ સારા પ્રમાણમાં થયો છે જે તમામ ખેડૂતો માટે ખુબજ સારા મોલની આશા જણાઈ હતી જેને લીધે મોટા ભાગના ખેડૂતોએ કપાસ ના મોલ બાદ વધુ પ્રમાણમાં ઘઉનું વાવેતર કરેલ હતું જેથી ઉપલેટા પંથકમાં ઘઉના વાવેતર સારા એવા પ્રમાણ થયા નું જણાયું છે અને હાલ મોટા ભાગના ખેડૂતોના ઘઉ પુરી રીતે તૈયાર થઈ નીકળવા લાગ્યા છે ત્યારે ખેડૂતો પોતના ઘઉ ને ઉપલેટા ના માર્કેટીંગ યાર્ડમાં આપવા માટે ખૂબ ઘસારો જોવા મળી રહ્યો છે જેથી ઉપલેટા નાં માર્કેટીંગ યાર્ડ માં ઘઉ ની મબલખ આવક જોવા મળી રહી છે સારા ઘઉં નો ભાવ પણ હાલ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને ખુબજ સારો ભાવ મળી રહ્યો છે સારી કોલેટી ઘઉં ના અંદાજે રૂપિયા 300 થી 325 રૂપિયા સુધી નાં ભાવો ખેડૂતોને મળે છે તેવું માર્કેટિંગ યાર્ડમાં આપવા આવેલા ખેડૂત જણાવી રહ્યા છે