ઉપલેટા : મતદાન બુથો ઉપર EVM મશીનો રવાના કરાયા

સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે આવતી કાલે મતદાન થવાનું છે ત્યારે ઉપલેટામાં પણ રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું મતદાન છે જે માટે આજે મતદાન બુથો ઉપર EVM મશીનો રવાના કરાયા છે.
આવતી કાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું મતદાન થવાનું છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે કાલે થનારા મતદાન માટે તમામ મતદાન મથકો પર આજે EVM મશીનો રવાના કરાયા છે જેમાં ઉપલેટા તાલુકા પંચાયતની અઢાર બેઠકો માટે અને રાજકોટ જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે આવતી કાલે મતદાન યોજાશે ત્યારે આ તમામ મતદાન મથકો પર આવેલ તમામ મતદાન બુથો પર આજે EVM રવાના કરાયા છે.
ઉપલેટામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આવતી કાલે મતદાન થવાનું છે ત્યારે તંત્ર દ્વારા પણ મતદાનને લઈને પૂરતી તૈયારીઓ કરાઈ છે જેમાં મતદાન બુથોની જો વાત કરવામાં આવે તો ઉપલેટામાં કાલે કુલ 92 બુથો પર કાલે મતદાન થશે અને આ 92 મતદાન મથકોમાંથી 37 જેટલા બુથો સંવેદનશીલ જાહેર થયા છે ત્યારે આ સમગ્ર મામલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તમામ તકેદારી સાથે EVM રવાના કરાયા છે સાથે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે બનાવો ન બને તે માટે પણ પૂરતો બંદોબસ્ત રખાયો છે.