ઉપલેટા : વ્યાપાર અને વ્યવસાય કરતા લોકોને સરકાર રાહત આપે તેવી માંગ

ઉપલેટાના સીઝનમાં વ્યાપાર અને વ્યવસાય કરતા લોકોને સરકાર રાહત આપે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
કોરોના મહામારી ને કારણે છેલ્લા એક વર્ષથી સીઝન ના થતા જેવા કે લાઇટિંગ સાઉન્ડ ઓરકેસ્ટ્રા ફ્લાવર્સ ડીજે સહિતના જે સિઝનના ધંધાના વ્યાપારીઓ અને તેમની સાથે સંકળાયેલા વ્યક્તિઓ છેલ્લા એક વર્ષથી નુકસાની અને હાલાકી ભોગવી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા જે છૂટ આપવામાં આવી છે અને સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે તેમાં થોડી રાહત આપી અને લોકોને પ્રસંગોમાં બાંધછોડ આપવા તેમજ વ્યાપારીઓને ટેક્સમાંથી અને કર માંથી પણ રાહત આપવામાં આવે તેવી માંગ સાથે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું સાથે જ વેપારીઓ જણાવી રહયાં હતા કે તેમનો વ્યવસાય એ સીઝન નો વ્યવસાય છે જેમની સાથે નાના અને મધ્યમ વર્ગના લોકો જોડાયેલા હોય છે તેમને તેઓ આ સીઝનના ધંધામાં સાથે રાખી અને તેમની રોજીરોટી ચલાવવામાં મદદરૂપ થતા હોય છે પરંતુ વેપારીઓનું કહેવું છે કે જ્યારે સીઝન બંધ હતી છેલ્લા એક વર્ષથી ત્યારે આ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ દ્વારા તેમની સાથે રહેતા અને કામ કરતા લોકોને પોતાનાથી બનતી તમામ આર્થિક મદદ કરી હતી પરંતુ હવે વેપારીઓ પાસેથી છેલ્લા એક વર્ષથી આર્થિક કોઈ આવક પરવડે તેવી નથી ત્યારે સરકાર દ્વારા કોઇ બાંધછોડ કરી અને વ્યવસાયને અને વ્યાપારીઓ અને મદદ કરવા માટે કોઇ નિર્ણય લેવો જોઇએ તેવી પણ માંગ કરવામાં આવી છે