કાંકરેજ : જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ અને સદસ્ય દ્વારા મામલતદારને આવેદન

કાંકરેજ મામલતદારને જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ અને સદસ્યએ આવેદનપત્ર આપી ને જણાવ્યું હતું આ કોરોના મહામારી થી પીડાતી ગરીબ પ્રજા સારવાર વગર મરી રહી છે લોકો ને બેડ મળતાં નથી વોકસિજન ના બાટલા મળતાં નથી વેન્ટિલેટર પણ મળતું નથી તાત્કાલિક ના ધોરણે કાંકરેજ કોવિડ હોસ્પિટલોમાં રેમડેસીવિર ઇન્જેક્શન પુરવઠો ફાળવવા માં આવે ઓક્સિજનનો જથ્થો અને પૂરતા બેડની વ્યવસ્થા વધારવાની માંગ કરી હતી.
રેમડેસીવર ઇજેક્સનનો જથ્થો કાંકરેજ તાલુકામાં આપવાની માંગ
કાંકરેજ તાલુકામાં વધતા જતા સંક્રમણ વચ્ચે વેન્ટિલેટર ઉપલબ્ધ કરવાની માંગ તાત્કાલિક ધોરણે કોવિડ હોસ્પિટલમાં આરોગ્ય કર્મીઓની અછત વચ્ચે વેન્ટિલેટર નિમવાની માંગ આ તમામ સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે જીલ્લા કલેકટર ને રજૂઆત કરવામાં આવ સે આ બધીજ માંગ સાથે આજે જીલ્લા પંચાયત ઉપ પ્રમુખ ભૂપતજી મકવાણા, જીલ્લા પંચાયત સદસ્ય પૂરણસિંહ જે. વાઘેલા એ લેખિત મામલતદાર ને રજૂઆત કરી હતી