કાંકરેજ : પાલિકા વોર્ડ નં.1 ના બે ઉમેદવારોની પેટા ચૂંટણીમાં ચાર ફોર્મ ભરાયાં

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા નગર પાલિકાના વોર્ડ નંબર -1 ના બે કોર્પેટરોની સીટ ખાલી પડતાં પેટા ચૂંટણી જાહેર કરાઈ હતી.
થરા નગર પાલિકામાં કુલ-6-વોર્ડ આવેલ છે જેમાં એક વોર્ડમાં -4 કોર્પેટરોનો સમાવેશ થાય છે
વાત કરવામાં આવે તો થરા નગર પાલિકા વોર્ડ નંબર-1 ના બે કોર્પેટરોને અગમ્ય કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જે અંતર્ગત ખાલી પડેલ સીટ માટે સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ 2 સીટની ચૂંટણી જાહેર નામું પ્રસિધ્ધ થતાં ઉમેદવારો એ ઉમેદવારી ફોર્મ ભર્યા હતાં
આજ તા.11-2-2021 નારોજ થરા નગર પાલિકા પેટા ચૂંટણી ના ચાર ઉમેદવારોએ કાંકરેજ મામલતદાર કચેરી ખાતે પ્રાંત ઓફિસર ડીસા ને ઉમેદવારી પત્રો સુપરત કર્યા હતાં કોંગ્રેસ ના ચાર ફોર્મ ભરાયાં હતાં જેમાં એક (1)સુથાર જયતિભાઈ અંબારામભાઈ(2)તસ્લિમબેન હમીદભાઈ(3)વિપુલભાઈ પ્રજાપતિ (4)અલ્પેશભાઈ પ્રજાપતિ વગેરે ના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
ધીરજભાઈ શાહ, હેમુભાઈ જોષી કાંકરેજ કોંગ્રેસ પ્રમુખ, અલ્પેશભાઈ શાહ થરા સહેર પ્રમુખ, વિનાજી ઠાકોર ન.પા. પૂર્વ પ્રમુખ જોગાજી ઠાકોર, મુકેશભાઈ બુકોલિયા, રમેશજી ઠાકોર વિગેરે હાજર રહ્યા હતા