કામરેજ : ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામોમાં સર્વ રોગ નિદાન શિબિર યોજાયો

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય સભ્ય અને ડાંગ જિલ્લાના પ્રભારી પ્રફુલભાઈ પાનસૂરિયા ના પ્રયાસો થી સર્વ રોગ નિદાન શિબિર યોજાયો
ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામોમાં સરથાણા-વરાછા મેડિકલ એસોસિયન ના સહયોગ અને ડોક્ટર્સ દ્વારા વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડાંગ જિલ્લા ભાજપ પરિવારના તમામ કાર્યકર્તાઓ અને ટીમ દ્વારા સેવાનો સહયોગ આપવામાં આવ્યો હતો જે બાબતે તમામ સહયોગી ઓનો કામરેજ ના પૂર્વ ધારાસભ્ય પ્રફુલભાઈ એ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ નિદાન કેમ્પમાં તમામ પ્રકારની દવાઓ ડોક્ટરની ટીમ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવી હતી. તથા સમગ્ર કાર્યક્રમમાં ટીમ ભારતીય જનતા પાર્ટી ડાંગ દ્વારા સેવા આપવામાં આવી હતી.