કોરોના કહેર વચ્ચે MLA જીગ્નેશ મેવાણી ભાન ભૂલ્યા - સોસીયલ ડીસ્ટન્સના ઉડાડ્યા ધજાગરા

કોરોના કહેર વચ્ચે MLA જીગ્નેશ મેવાણી ભાન ભૂલ્યા - સોસીયલ ડીસ્ટન્સના ઉડાડ્યા ધજાગરા

સમગ્ર દેશમાં કોરોનની બીજી લહેર શરુ થઇ છે ત્યારે ગુજરાત રાજ્ય પણ બાકાત રહ્યું નથી જેને લઇ ચિંતાજનક સ્થિતિ બની છે ત્યારે કોરોનાના કેસોની સંખ્યા ફરીથી એક હજારને પાર થવા લાગી છે છતાં નેતાઓ જ કોરોના ગાઇડલાઇનના નિયમો જાહેરમાં તોડી રહ્યાંના બનાવો સામે આવી રહ્યા છે. જૂનાગઢનાં કેશોદમાં જીગ્નેશ મેવાણીએ ગઇકાલે સભા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડતા દેખાયા હતા. આ મહામારીની પરિસ્થિતિમાં જો નેતાઓ જ પોતાની જવાબદારી ભૂલીને નિયમો તોડશે તો પ્રજા તેમની પાસેથી શું શીખશે ?
ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જૂનાગઢ તાલુકાના શહેરોમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સંગઠનને મજબૂત કરવા કાર્યકરો સાથે મુલાકાત તેમજ સભા કરી હતી જેમા ઇન્દિરાનગરમાં મોટી સંખ્યામાં લોકો સભા સ્થળે ઉમટ્યા હતા ત્યારે આ સભામાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા દેખાય હતા સાથે જ અનેક એવા લોકો પણ હતા જેમણે માસ્ક પણ પહેર્યા ન હતા. લોકો તો ભાન ભૂલ્યા પરંતુ જીગ્નેશ મેવાણીએ પણ માસ્ક દાઢી ઉપર પહેર્યું હોય તેમ રાખ્યું હતું। આ સભા જોઈને જાણે આ વિસ્તારમાં કોઇને કોરોના થવાનો જ નથી તેવો માહોલ સર્જાયો હતો. લોકો પોતાના સ્થાનિક નેતાઓ જેમ કરે તેવું આચરણ કરવામાં માનતા હોય છે ત્યારે જો નેતાઓ જ કોરોના મહામારીમાં કોઇપણ નિયમો નહીં પાળે તો લોકો પાસેથી કઇ રીતે અપેક્ષા રાખી શકાય.