કચ્છ : ધૂળેટીથી નવા એલએચબી કોચમાં મુસાફરો મુસાફરી કરી શકશે

ક્ચ્છ અને મુંબઈ વચ્ચેની રેલ સેવામાં પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે,ભુજથી ઉપડતી ક્ચ્છ એક્સપ્રેસ અને સયાજી નગરી ટ્રેનમાં નવા એલએચબી કોચ લગાડવામાં આવશે.આ માટેના નવા કોચ ભુજ ખાતે આવી ગયા છે રેલવે તંત્રની લીલીઝંડી મલ્યા બાદ આગામી ધૂળેટીથી નવા એલએચબી કોચમાં મુસાફરો મુસાફરી કરી શકશે
રેલવે વિસ્તરણ અને ક્ચ્છ પેસેન્જર એસોસિએશનના મંત્રી પ્રબોધભાઈ મુનવરે જણાવ્યુ કે,હાલમાં મુંબઈ તરફ જતી કચ્છની બંને ટ્રેનોમાં જુના કોચ છે જેમાં સુવિધાનો અભાવ હોવાથી મુસાફરો પરેશાન થાય છે જોકે હવે બંને ટ્રેનમાં નવા LHB કોચ લાગશે,જેમાં આધુનિક સુવિધાઓ હશે તેમજ પ્રવાસીઓ આરામદાયક મુસાફરી કરી શકશે હાલમાં મોટાભાગના કોચ ભુજ ખાતે આવી ગયા છે જેથી ટૂંક સમયમાં નવા કોચ ટ્રેન સાથે જોડી દેવાશે જેથી મુંબઈ જતા પ્રવાસીઓ આરામદાયક મુસાફરી માણી શકશે. કચ્છ એકસપ્રેસ ૦૯૪૫૫/૫૬ માં તા. ૨૯/૩/૨૧ થી નવાં LHB કોચ જોડવામાં આવશે. લગભગ એકાદ મહીના બાદ સયાજી નગરી એકસપ્રેસ ૦૯૧૧૫/૧૬ માં પણ LHB કોચ લાગશે..AC સુપરફાસ્ટ એકસપ્રેસ માં નવાં LHB કોચ લાગી ગયાં છે.LHB ( LINKE HOFMANN BUSCH) કોચ અત્યાધુનિક ટેકનીક થી બનાવવાં માં આવ્યા છે , જેનાં શોક અબ્ઝોબર મજબૂત હોવાથી મુસાફરી ની ખબર પડતી નથી.
જુનાં ICF ( INTEGRAL COACH FACTORY) કોચ કરતાં આ કોચ વધુ સુવિધાજનક છે.