કચ્છ : રાજ્યમાં વેકસીનેશનનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું

રાજ્યમાં વેકસીનેશનનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે,રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છમાં પણ વેકસીનેશન બાબતે જિલ્લા તંત્ર દ્વારા સમયસર પગલાંઓ લેવામાં આવી રહ્યા છે હવે યુવાઓના રસીકરણ માટે સેશન અને લાભાર્થીઓની સંખ્યા પણ વધારવામાં આવી છે
કોરોના મહામારીની બીજી લહેરમાં લોકો ભયભીત બની ગયા છે કોરોનાથી બચવા માટે માસ્ક,સેનિટાઈઝર અને સોશ્યલ ડિસ્ટન્સની સાથોસાથ હવે રસી લેવી પણ જરૂરી છે અગાઉ શરૂઆતમાં સરકારે રસી લેવા અનેક અપીલો કરી પણ લોકો વેકસીન મૂકાવવા ન ગયા જોકે બીજી લહેરની ભયાવકતાના કારણે લોકો સામે ચાલીને રસી લેવા જઇ રહ્યા છે પણ યુવાવર્ગનો ધસારો વધતા તમામને રસી આપી શકાતી નથી કચ્છમાં 18 થી 45 વર્ષની આયુમાં રસી લેનારા લાભાર્થીઓની સંખ્યા 10 લાખ જેટલી છે.1 મેથી યુવાઓનું રસીકરણ શરૂ થયું છે પણ અત્યારસુધીના 25 દિવસોમા માંડ 25 થી 26 હજાર યુવાઓને રસી મળી છે રસીકરણ માટે સાઈટની સંખ્યા વધારવામાં આવે તેવી લોકોની માંગણી છે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ રસીકરણની કામગીરી બાબતે કહ્યું કે,જિલ્લામાં બે ગ્રુપમાં રસી અપાય છે જેમાં પ્રથમ ગ્રુપમાં 18 થી 45 વર્ષની આયુના લોકોને રસી આપવામાં આવે છે જ્યારે બીજા ગ્રુપમાં 45 થી 59,60 થી વધુ વયના લોકો અને હેલ્થકેર વર્કર,ફ્રન્ટલાઇન વર્કરને વેકસીન અપાય છે.જિલ્લા પંચાયત દ્વારા વેકસીન માટેની સાઇટ નક્કી કરવામાં આવે છે લાભાર્થીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે,વસ્તીના આધારે સાઇટ નક્કી થાય છે ભુજ અને ગાંધીધામ જેવા શહેરી વિસ્તારોમાં વધુ સાઇટ હોય છે બન્ની,ખાવડા જેવા ઓછી વસ્તી ધરાવતા વિસ્તારોમા પોપ્યુલેશનના આધારે સેશન ક્રિએટ થાય છે.જે સેન્ટર પર અગાઉ લોકોનો રસી લેવા ધસારો હતો ત્યાં વધુ સેશન નક્કી થાય છે ભુજમાં ડ્રાઇવ થ્રુ વેકસીનેશન પણ કરવામાં આવે છે રાજ્યમાં ડ્રાઈવ થ્રુ વેકસીનેશનની શરૂઆત ક્ચ્છ જિલ્લામાંથી જ થઈ હતી.યુવાઓના રસીકરણમાં અગાઉ દૈનિક 1 હજાર રસી અપાતી હવે દરરોજ 4 હજાર લાભાર્થીને આવરી લેવાયા હોવાનું ડીડીઓએ કહ્યું હતું નોંધનીય છે કે,કચ્છમાં 10 તાલુકા,7 શહેરો અને 632 ગ્રામ પંચાયતો છે ત્યારે વેક્સિન સાઇટ વધુ બનાવવામાં આવે તો મહત્તમ લોકોને રસીકરણનો લાભ મળી શકે તેમ છે