કલામંદિર કાંડને ઉજાગર કરવામાં પૂર્વ આઇટી અધિકારી પીવીએસ શર્મા ખુદ ફસાયા ? - કર્યો આત્મહત્યાનો પ્રયાસ

કલામંદિર કાંડને ઉજાગર કરવામાં પૂર્વ આઇટી અધિકારી પીવીએસ શર્મા ખુદ ફસાયા ? - કર્યો આત્મહત્યાનો પ્રયાસ

સુરત શહેરના ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને નિવૃત ઇનકટેક્સ અધિકારી પીવીએસ શર્માએ પોતાના ઘરમાં બેસતા વર્ષની પૂર્વ સંધ્યાએ જ ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે પીવીએસ શર્મા સામે સામે પોલીસ કેસ થયો હતો અને ત્યારબાદ તેમણે આ પગલું ભરતા સુરતના રાજકીય આલમમાં હડકંપ મચી ગયો છે આપઘાતનો પ્રયાસ કરતાં શહેર ભાજપમાં સોંપો પડી ગયો છે. ઘટના સ્થળેથી પીવીએસ શર્માનો ડ્રાઈવર તેઓને ગાડીમાં સુરત લઈ આવ્યો હતો અને ગઈકાલે સાંજથી પીવીએસ શર્મા મહાવીર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યાં તેમની હાલત નાજૂક હોવાનું કહેવાય રહ્યું છે. આ ઘટનાના પગલે શહેર ભાજપના નવા નિયુક્ત પ્રમુખ, માજી પ્રમુખ સહિત સંગઠનના તમામ આગેવાનો અને હોદ્દેદારો મહાવીર હોસ્પિટલ પર ધસી ગયા હતા.
પીવીએસ શર્મા ભૂતપૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે અને હાલ શહેર ભાજપના ઉપપ્રમુખનો પદભાર સંભાળતા હતા. PVS શર્માની ઓફિસે અને ઘરે 24 દિવસ પહેલા IT રેડ પડી હતી. ત્યારબાદ ગઈકાલે ઉમરા પોલીસ સ્ટેશનમાં તેઓ સામે એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેમના મેનેજરની કલાકો પૂછપરછ ચાલી હતી અને તેણે પીવીએસ શર્મા વિરુદ્ધ નિવેદન આપતા પોલીસે પી.વી.એસ.શર્મા અને કંપનીના ડાયરેક્ટર સીતારામ અડુકીયા સામે આઈપીસી કલમ 465, 468, 471, 420 અને 120(બી) મુજબનો ગુનો નોંધ્યો હતો.
ટ્વીટ કરી વિવાદ વિવાદમાં આવેલા સુરત આયકર વિભાગનાના પૂર્વ અધિકારી શર્માએ નોટબંધી સમયે સુરતમાં થયેલા કથિત કરોડો રૂપિયાનું કૌભાંડ અને કલામંદિર જવેલર્સ દ્રારા થયલ સોનાની ખરીદીનો પર્દાફાશ કરતા કેન્દ્રના નાણામંત્રીને માહિતી આપી હતી અને આઇટી અધિકારીઓ સામે આક્ષેપ કરાયા હતા. આઇટી અધિકારી સામે આક્ષેપ કરતાની સાથે આયકર વિભાગ દ્વારા પૂર્વ અધિકાર પીવીએસ શર્માને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડામાં પીવીએસ શર્મા પોતે જ ફસાઈ ગયા છે કારણકે આયકર વિભાગની ટિમને દરોડામાં અનેક મહત્વના દસ્તાવેજો હાથ લાગ્યા હતા.