ગુજરાત ભાજપના નેતાઓ ફરી બેફામ - ખુલ્લેઆમ જાહેર કાર્યક્રમોની હારમાળમાં કોરોના ગાઈડલાઇનના ધજગરા

ગુજરાત ભાજપના નેતાઓ ફરી બેફામ - ખુલ્લેઆમ જાહેર કાર્યક્રમોની હારમાળમાં કોરોના ગાઈડલાઇનના ધજગરા

ગુજરાતમાં ભાજપ નેતાએ ફરી કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડાવ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર કાર્યક્રમ દરમિયાન કોરોના કેસોમાં વધારો થતા વિવાદ સર્જાયો હતો જે બાદ પ્રદેશ પ્રમુખના તમામ કાર્યક્રમો રદ્દ કરી દેવાયા હતા જે બાદ ફરી ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યાં છે ત્યારે આજે રવિવારે બપોર બાદ રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા સેફ્રોન પાર્ટી પ્લોટમાં ભાજપ દ્વારા સરપંચ સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપે 500થી વધુ લોકોને એકઠા કરતા ફરી સી.આર.પાટીલના કાર્યક્રમેં વિવાદ જગાવતા ફરી લોકોને કોરોના કેસોં વધવાનો ડર લાગવા લાગ્યો છે અને સોસીયલ મોદીમાં મેસેજ ફરી રહ્યા છે કે શું સી.આર.પાટીલ ફરી કોરોના ફેલાવશે ?
આજના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યાં હતા તેમજ કેટલાક લોકો માસ્ક વગર જ જોવા મળ્યાં હતા. સરપંચ સંવાદ કાર્યક્રમમાં 500થી વધુ લોકો એકઠા થતા લોકોમાં સવાલ ઉભા થયા હતા કે શું ભાજપને કોરોનાના નિયમો લાગુ પડતા નથી ?
કેમ સામાન્ય લોકોના સારા - નરસા પ્રસંગમાં 100 થી 200 લોકોને જ ભેગા થવાની મંજૂરી આપવામાં આવે છે.
ભાજપના નેતાઓ માટે કોરોના ગાઇડલાઇનના નિયમ લાગુ પડતા નથી ?
શું ભાજપને કોરોના કે સરકારનો ડર નથી ?
પોલીસ ભાજપના નેતાઓ સામે કોઇ પગલા ભરશે ખરા ?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપે મજબૂત ટીમ બનાવવા કાર્યક્રમનું આયોજન કર્યુ હોઈ તેમ 1, બોટાદ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું અને APMC કોટન માર્કેટ યાર્ડનું લોકાર્પણ કર્યું.
2, સિહોર ખાતે સરપંચ સાથે સંવાદ કાર્યક્રમમાં અલગ અલગ ગામોના સરપંચો, જિલ્લા ભાજપના નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
3, ભાવનગર વિધાનસભામાં પેજ કમિટીનાં કાર્ડનું વિતરણ કર્યું હતું.
હાલ કોરોનાકાળ ચાલતો હોવા છતાં પણ ભાજપ નેતાઓએ પોતાના કાર્યક્રમોમાં જનમેદની એકઠી કરી કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા દ્રશ્યો જોવા મળ્યાં હતા.
4, રાજકોટ ખાતેના યોજાયેલા સરપંચ સવાંદ કાર્યક્રમમાં 3 કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કુવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યાં હતા. સરપંચ સંવાદ કાર્યક્રમ પહેલા સી.આર.પાટીલની આગેવાનીમાં પેજ સમિતિ કાર્યકર્તાનું સંમેલન પણ યોજાયું હતું.
પાટણમાં ભાજપના નેતા અને પ્રદેશ મહામંત્રી રજની પટેલે રોડ શો યોજ્યો હતો. પાટણના ધિણોજ ગામેથી રોડ શોની શરૂઆત થઈ હતી જેમાં રજની પટેલ ખુલ્લી કારમાં સવાર થયા હતા એટલું જ નહીં ડીજેના તાલે બાઇક અને ગાડીઓનો કાફલો જોવા મળ્યો હતો. લોકોને ઉત્તરાયણમાં ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ લગાવનાર સરકારના જ નેતાઓને રેલીઓમાં છુટ્ટો દોર મળી રહ્યો છે. રોડ શો માં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો પણ સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો.
પાટણ બાદ કચ્છમાં ભાજપના કાર્યક્રમોમાં નિયમોના ધજાગરા ઉડ્યા છે. ભાજપ પ્રદેશ મહામંત્રીના અભિવાદન કાર્યક્રમમાં ભીડ જોવા મળી રહી હતી. લોકોને તહેવાર અને પ્રસંગો ઉજવવામાં રોક લગાવનાર સરકારના જ નેતાઓના સમારંભમા યોજાતા દ્રશ્યો જોઈ આમ જનતામાં એક જ સવાલ ઉઠ્યો હતો લગ્ન પ્રસંગ અને મરણ પ્રસંગમાં માત્ર 100 થી 200 લોકોને એકત્ર થવાની પરવાનગી આપવામાં આવે છે અને ભાજપના કાર્યક્રમમાં હજારો લોકોની ભીડ કેમ કરવામાં આવે છે ?
25 વર્ષથી એક હથ્થુ શાસન હોઈ શું ભાજપને સત્તાનો નશો છે ?
શું વિપક્ષની ભુમિકામ કોંગ્રેસની નિષ્ફ્ળતાના કારણે ભાજપના નેતાઓ બેફામ છે ?
શુ ભાજપના નેતાઓને મતદારોનો કોઈ ડર નથી ?