ગુજરાત વિધાનસભાની તમામ 8 બેઠકો ઉપર મતદારોએ ભાજપને આપી દિવાળી ભેટ

ગુજરાત વિધાનસભાની તમામ 8 બેઠકો ઉપર મતદારોએ ભાજપને આપી દિવાળી ભેટ

ગત 3 જી નવેમ્બરે યોજાયેલ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીના આજે પરિણામ આવતા ભાજપનો વિજય ધ્વજ ફરકયો છે. મોરબીની એક સીટ ઉપર રસાકસી સર્જાયા બાદ અન્ય 7 બેઠકોમાં ભાજપના ઉમેદવારોને મોટી લીડ મળી હતી. ચૂંટણી પરિણામોએ ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીનુ મોજુ સર્જી દીધુ હતું જયારે કોંગ્રેસ છાવણી સન્નાટો ફેલાવી દીધો છે.
મોરબી, લીંબડી, ધારી, અબડાસા, ગઢડા, કરજણ, કપરાડા તથા ડાંગ એમ 8 બેઠકોની મતગણતરી સવારથી શરૂ થઈ હતી અને બપોર સુધીમાં લગભગ તમામ બેઠકોમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ હતું અને તમામ બેઠકો પર ભાજપનો વિજય ધ્વજ લહેરાયો હતો. 8 માંથી 5 બેઠકો સૌરાષ્ટ્ર - કચ્છની હતી. એકમાત્ર બેઠક મોરબી માં ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસી રહી હતી અને ત્યારબાદ ભાજપને આસાન જીત મળી હતી. મોરબીમાં છેવટના રાઉન્ડ સુધી રસાકસી જામી હતી. એક તબકકે કોંગ્રેસના જેન્તીભાઈ પટેલ આગળ થઈ ગયા હતા પરંતુ ત્યારબાદ ભાજપના બ્રિજેશ મેરજાએ લીડ સરભર કરી લીડ હાંસલ મળેવી હતી અને અંતે 5000 કરતા વધુ મતોની નિર્ણાયક લીડથી જીત મેળવી જયારે અબડાસામાં ભાજપના પ્રદ્યુમ્નસિંહને 37000 જેટલા મતોની જંગી લીડ મેળવી છે.