ગુજરાતના શ્રમિકોની અન્નપૂર્ણા યોજના ફરી શરુ કરવા માંગ

ગુજરાતના શ્રમિકોની અન્નપૂર્ણા યોજના ફરી શરુ કરવા માંગ

ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણી દ્રારા શરૂ કરવામાં આવેલી અન્નપૂર્ણા યોજના કોરોના મહામારીને કારણે બંધ કરી દેવામાં આવી છે. કોરોનના કેસો ઘટતા લોડાઉન બાદ અનલોક પ્રક્રિયા હાથ ધરાતા ધીરેધીરે રાબેતા મુજબ કામ શરૂ થઈ ગયા છે ત્યારે શ્રમિક મજુરો દ્વારા બંધ કરાયલે અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે આ અંગે કોંગ્રેસના કાર્યકર્તાઓ મેદાના ઉતર્યા છે.
અન્નપૂર્ણા યોજના બંધ થતા શ્રમિકોની જમવાની મુશ્કેલીમાં વધારો થયો છે. આ યોજના થકી માત્ર 10 રૂપિયામાં ભરપેટ ભોજન મળતું હતું. મહામારીના સમયમાં શ્રમિકો દ્વારા અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરવા માગણી કરાઇ છે આ મુદ્દે શ્રમિકો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ મેદાનમાં ઉતર્યાં છે.
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો કુલ આંક 1,78,633 પર પહોંચ્યો છે. ત્યારે રાજ્યમાં રિકવરી રેટ વધીને 91.16 ટકા થયો છે. સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,62,846 પર પહોંચ્યો છે જ્યારે એક્ટિવ કેસ 12,036 છે જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. દેશ વિદેશના તેમજ ભારતીય વૈજ્ઞાનિકોએ આશંકા દર્શાવી છે કે શિયાળાની ઋતુમાં વિશ્વએ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરવો પડી શકે છે જેથી કોરોનાથી હજુ સાવધાન રહેવાની જરુરુ છે.