ગુજરાતભરમાં 1 દિવસ LPG, CNG અને PNG સપ્લાય બંધ રહેશે

ગુજરાતભરમાં 1 દિવસ LPG, CNG અને PNG સપ્લાય બંધ રહેશે

આજરોજ વહેલી સવારે આવેલા ગુજરાતભરમાં તા.11 જાન્યુઆરીના રોજ એક દિવસ માટે LPG, CNG અને PNG નો પુરવઠો બંધ રહેવાના સમાચાર અફવા હોવાનું સામે આવ્યું છે. જો કે હવે દહેજમાં મેઇન્ટેનન્સના કારણે ગુજરાતભરમાં PNG બંધ નહીં થાય પરંતુ ચરોતર વિસ્તારમાં અસર થશે.


ગુજરાતના મોટા શહેરોમાં હાલ સૌથી વધારે પાઇપલાઇન દ્વારા ગેસ પહોંચાડવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યભરમાં તા.11 જાન્યુઆરીના રોજ ગેસ સપ્યાલ બંધ રાખવામાં આવશે. જેને લઇને વાહનચાલકો, ગૃહિણીઓ, ઔદ્યોગિક ગૃહો, હોટલ રેસ્ટોરન્ટ ઉપર અસર જોવા મળશે. દહેજ ખાતે ગેસ પાઇપલાઇનમાં સમારકામ હોવાથી 1 દિવસ માટે LPG, CNG અને PNG નો પુરવઠો બંધ રહેશે. તા.11 જાન્યુઆરીનો રોજ સવાર 5 વાગ્યાથી ગેસ સપ્લાય બંધ રહેશે જે તા.12 જાન્યુઆરી સવારે 10 વાગ્યા સુધી બંધ રહેશે. જો કે 21 વર્ષમાં પ્રથમવાર ગુજરાતમાં ગેસ સપ્લાય બંધ રહેશે. ગેસ વપરાશકર્તાઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવા સૂચના આપવામાં આવી છે.