ગુજરાતમાં ઠંડીનો ચમકારો - ઉત્તર ભારતમાં બરફ્ની ચાદર

ગુજરાતમાં ઠંડીનો ચમકારો - ઉત્તર ભારતમાં બરફ્ની ચાદર

ઉત્તર ભારતમાં બે દિવસ પહેલા થયેલી બરફવર્ષા બાદ તાપમાનનો પારો ગગડ્યો છે. શિયાળાની પહેલી બરફવર્ષાના પગલે ગુલમર્ગ, કુલ્લુ, મનાલી, સિમલા, કેદારનાથ, બદ્રીનાથ વગેરે સ્થળોએ બરફની વિશાળકાય ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો શિયાળા ની શરૂઆત સાથે જ ગુજરાત રાજ્યમાં ઉતરપૂર્વના પવનનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વહેલી સવારે અને સાંજથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન 2 થી 3 ડીગ્રી ઘટશે સાથે તા.22 ડિસેમ્બર સુધી ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા પણ વ્યક્ત કરી છે. જેથી ધીરે ધીરે ઠંડીનો ચમકારો વધશે. જોકે લઘુતમ તાપમાન 15 ડિગ્રીએ પહોંચ્યું છે અને હવે તાપમાનમાં ઘટાડો નોંધાશે.
તા.15 નવેમ્બરથી શિયાળાની ઋતુની શરૂઆત થઇ ગઈ છે ત્યાર બાદ ધીમે ધીમે તાપમાન ઘટી રહ્યું છે જો કે હિમાલય તરફથી આવતા ઠંડા પવનને કારણે ઠંડીનું હજુ પ્રમાણ વધશે. હજુ તો શિયાળાની શરૂઆત છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં હાથ થીજાવતી ઠંડી પડશે. નલિયામાં ઠંડીનો પારો 12 ડીગ્રી પર પહોંચી ગયો છે. કંડલા એરપોર્ટ ઉપર 13 ડિગ્રી તો ભુજનું તાપમાન 15 ડીગ્રી નોંધાયું છે. સાથે જ સૌરાષ્ટ્રમાં શિયાળાનો માહોલ જામી રહ્યો છે. ઠડી વધવાની સાથે રિવરફ્રંટ ઉપર મોર્નિંગ વોક, જોગીંગ અને સાયકલિંગ કરવાનો લ્હાવો લોકો લઈ રહ્યા છે.
અમદાવાદ શહેરમાં 17 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયુ છે તો કચ્છમાં ઠંડીની શરૂઆત સાથે ઠંડીનો ચમકારો લોકોએ અનુભવી રહ્યા છે. એક આગે મુજબ તા.18 નવેમ્બર બાદ લઘુતમ તાપમાન ઘટશે. ઠંડીનો ચમકારો અનુભવાશે. તો 4 ડિસેમ્બરના તાપમાન ઘટીને 12 ડીગ્રી આસપાસ પહોંચી જશે. તા.8 અને 19 ડિસેમ્બરના પણ વધુ ઠંડી અનુભવાશે. તા.22 ડિસેમ્બરના હાથ થજવતી થડી પડશે. તો જાન્યુઆરી મહિનામાં રેકોડ બ્રેક ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.