ચોટીલા : ચામુંડા માતાજી ડુંગર પર અષ્ટમી હવનના લોકોએ દર્શન કર્યા

વર્ષ દરમિયાન આશરે ચાર જેટલા નોર્તાઓઆવતા હોય છે ત્યારે હાલ આસોમાસ ના નવરાત્રિ દરમિયાન આજે આઠમ હોવાથી ચોટીલા ચામુંડામાતાજી ડુંગર પર હોમ હવન યોજવામાં આવ્યો હતો જેમાં લોકો સવાર થી સાંજ સુધીમાં અનેક લોકોએ આ હવનના દર્શન કરી ને પવિત્ર થયા હતા.
ગુજરાત સહિત સમગ્ર શહેરોમાં ગઈકાલે તેમજ આજે આઠમું નોરતા લોકોએ કરેલ છે ત્યારે ચોટીલા ચામુંડામાતાજી ડુંગર પર આજે આઠમા નોરતા ની ઉજવણી કરવામાં આવતા ચામુંડામાતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા આજે સવારે 9 કલાકે અષ્ટમી હવન યોજાયો હતો જેમાં સાંજે 4 વાગ્યાના સમયે ચામુંડામાતાજી ના મહંત પરિવાર ના મહેશગીરીબાપુ સહિતના પરિવરો અને મંદિર પર દર્શન કરવા આવેલા યાત્રિકોની હાજરી માં સાંજે 4 વાગ્યાના સમયે બીડું હોમવામાં આવ્યું હતું અને આ અષ્ટમી હવનના દર્શન અનેક દર્શાનાર્થીઓ અને શહેરીજનો ને કરી ધન્યતા અનુભવી હતી.