ચોટીલા : મેલેરિયા,ડેંગ્યુ,શરદી,ખાસી સહિતના રોગોનો રાફળો ફાટ્યો

ચોટીલા સહિત ગ્રામ્યવિસ્તારોમાં લોકોને હાલ ડેંગ્યુ ની અસર જોવા મળતા લોકો સારવાર માટે સરકારી સહિત ખામગી હોસ્પિટલો જોવા મડયા છે ત્યારે રેફરલહોસ્પિટલમાં દરરોજના આશરે 4 થી કેસો શંકાસ્પદ ડેંગ્યુની સારવાર માટે જતા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ભાદરવો માસ ચાલે છે ત્યારે રાત્રી દરમિયાન ઠંડક અને દિવસ આખો ગરમી કાળઝાળ છે જેને બે ઋતુ નો લોકોને સામનો કરવો પડતો હોય છે અને વરસાદ દરમિયાન ખાડા ખાબોચિયા પણ પાણી થી ભરાયેલ હોવાથી પાણી જન્ય રોગો જેમાં મેલેરિયા,ડેંગ્યુ,શરદી,ખાસી સહિતના રોગોનો રાફળો ફાટ્યો છે જેમાં દરરોજ રેફરલ હોસ્પિટલ માં 4 થી 5 ડેંગ્યુ ના આવે છે અને એકજ સપ્તાહ માં આશરે 30 થી વધુ દર્દીઓ એ સારવાર લીધી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું અને હાલ રેફરલ હોસ્પિટલ માં દરરોજ 350 થી વધુ ઓ.પી.ડી.માટે દર્દીઓની લાઈનો જોવા મળતી હોય છે.