ચોટીલા : મુળી તાલુકાના ભેટ ગામે કમોસમી વરસાદ સાથે વિજળી ત્રાટકી

કોરોના નો કહેર માથે જતા વધુ એક આફત ખેડૂતોપર વિજળી પડતાં ચાર ભેંસો નાં મોત હાલ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે કમોસમી વરસાદ પડતા જગતના તાત પર વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જેમાં મુળી તાલુકા ના ભેટ ગામે કમોસમી વરસાદ સાથે પવન અને ગાજવીજ સાથે વિજળી ત્રાટકતાં ખેડૂત વીરમભાઈ જીવણભાઈ કુમખાણીયા ની વાડી પર બાંધેલ ચાર ભેંસો પર ખાબકી હતી અને મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે નાના ખેડૂત વાડી પર રહી ને પોતાનું ગુજરાન ચલાવે છે ખેતી સાથે પશુપાલન નીભાવે છે ત્યારે કાળ બની વિજળી એ ચાર જીવ લઈ લેતાં આંખ માં આશુ આવી ગયા હતાં તેઓ એ આગેવાન રાઘવેન્દ્ર સિંહ ઝાલા ને જાણ કરતાં તેઓ એ તાલુકા મથકે જાણ કરી હતી પશુ ડોકટર દ્વારા પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું અને સરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી આ ખેડૂત ને સરકાર ની ગાઈડ લાઈન મુજબ વળતર મળે તો રાહત થાય તેમ ઝાલા એ જણાવ્યું હતું