ચૂંટણી પ્રચારમાં મોદીના ફેસમાસ્કનું વિતરણ - મતદારોમાં ચિંતા - મોદી ફેસમાસ્ક કોરોના સામે રક્ષણ આપવામાં કેટલા કારગર ?

ચૂંટણી પ્રચારમાં મોદીના ફેસમાસ્કનું વિતરણ - મતદારોમાં ચિંતા - મોદી ફેસમાસ્ક કોરોના સામે રક્ષણ આપવામાં કેટલા કારગર ?

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે 8 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપ દ્વારા મતદારો અને કાર્યકરોને કોરોના સામે લડવા માસ્ક આપવાને બદલે મોદી, અમિત શાહ અને રૂપાણીનાં ફેસમાસ્ક આપવામાં આવી રહ્યાં છે. જે માસ્ક માત્ર પબ્લિસિટી માટે અપાય રહ્યા છે ત્યારે સવાલ એ છે કે પ્રજાનું ભલું ઇચ્છતા આ રાજકારણીઓ દ્રારા કોરોનાકાળમાં કાર્યકરો અને સમર્થકોને આપેલા મોદી - શાહ ફેસમાસ્ક કેટલા સલામત છે ?
શું ખરેખર નેતાઓને માત્ર પોતાના સ્વાર્થમાંજ રસ છે નહિ કે મતદારોની ચિંતા।
શું મોદી - શાહના ફેસમાસ્કથી કોરોના સામે રક્ષણ મળશે ખરું ?
કોરોનાકાળમાં માસ્કનું વિતરણ નહિ કરનાર નેતાઓ પોતાના સ્વાર્થ માટે કેમ ચૂંટણી પ્રચારમા મોદીના ફેસમાસ્કનું ફ્રીમાં વિતરણ કરી રહ્યા છે ?
આવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે ભાજપની કથની અને કરનીને ચર્ચાઓ એ જોર પકડ્યું છે.
ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર પેટાચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપને ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે પીએમ મોદીની ખોટ વર્તાય રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફેસમાસ્કથી લઇને કટ આઉટ, ટોપી, ઝંડા સહિતની 36 વસ્તુઓનો સહારો લેવો પડ્યો છે જેમાં દરેક જગ્યાએ પીએમ મોદીના પોસ્ટરને જગ્યા આપવામાં આવી છે. ભાજપ દ્વારા આ તમામ વસ્તુઓ અને પત્રિકાઓ પ્રચાર પ્રસાર માટે બનાવવામાં આવી છે જેમાં બાળકો, યુવાનો, મહિલાઓ, ખેડૂતો તેમજ વિવિધ વર્ગો માટે અલગ અલગ પ્રકારનાં પ્રચાર સાહિત્ય અને વસ્તુઓ બનાવાયા છે આ પ્રચાર સામગ્રીમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની કામગીરીની વિગતો અને સૂત્રો સાથેની પોકેટ બુક, પત્રિકાઓ, ટોપી, ઝંડા, સ્ટીકર્સ વગેરેનું વિતરણ કરાય રહ્યું છે. ભાજપની વિચારધારા તથા કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારનાં પ્રજાકીય કાર્યોની માહિતી સરળતાથી લોકો સમજી શકે એ રીતે પ્રચાર સાહિત્ય બનાવવામાં આવ્યું છે આ પ્રચાર સામગ્રી દ્વારા જન જન સુધી ભાજપની વિચારધારા તથા કરેલાં પ્રજાલક્ષી કાર્યોની માહિતી પહોંચાડવામાં આવી રહી છે.
હાલના કોરોનાના સમયને ધ્યાનમાં રાખીને આ વખતે મોટી સંખ્યામાં માસ્ક બનાવવામાં આવ્યાં છે જેનું દરેક ચૂંટણી સભામાં, બેઠકમાં તેમજ ઘર ઘર સંપર્ક અભિયાનમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. એલ.ઈ.ડી.રથ દ્વારા વિધાનસભાની 8 બેઠક ઉપર કેન્દ્ર - રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ ફિલ્મના માધ્યમથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ દ્વારા વર્ચ્યુઅલ તેમજ પ્રત્યક્ષ એમ તમામ માધ્યમો દ્વારા વિવિધ પ્રકારની પ્રચાર સામગ્રી દ્વારા પ્રચાર પ્રસાર કાર્ય પૂર જોરશોરથી ચાલી રહ્યું છે.