ચલથાણ : LCB ની ટીમે ગોવા થીં મંગાવાયેલા વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પેહલા સુરત ગ્રામ્ય એલ.સી.બી.ટીમ દ્વારા ગોવા થીં મંગાવાયેલા વિદેશી દારૂ નાં જથ્થો મોટી માત્રામાં જિલ્લામાં ઘુસાડાઈ તે પહેલાં પલસાણા નાં માંખીગા પાસે હાઇવે નંબર ૪૮ પરથી બે ઈસમો ને ટેમ્પો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
જિલ્લામાં મોટી સંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડાઈ તે પહેલાં બે ઈસમો ને મહારાષ્ટ્ર પાર્સીગનો અશોકલેલન ટેમ્પો નંબર MH-46-BF-9116 સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા સુરત ગ્રામ્ય એલ.સી.બી. ના પી.આઈ.બી.કે.ખાચર દ્વારા તેમની ટીમને સુચના આપવામાં આવી હતી જે અંતર્ગત એલ.સી.બી.ટીમનાં સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પ્રોહીબીશન, જુગાર સહીતનાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અનુસંધાને પલસાણા નેશનલ હાઈવે નંબર ૪૮ પરથી માંખીગા પાંસે આવેલ રાજસ્થાન ભોજનાલય સામે વોંચ ગોઠવવામાં આવી હતી જે દરમિયાન બાતમી હકીકતના આધારે દારૂનો જથ્થો ભરેલાં અશોકલેલન ટેમ્પો સાથે બે ઈસમો ને ઝડપી પાડવામાં આવ્યાં હતાં.  
ગોવા થીં મગાવાયેલ વિદેશી દારૂની બોટલ નંગ ૩૨૫૨ કિંમત રુપિયા ૧૩ લાખ ૮૦૦,અશોકલેલન ટેમ્પો કિંમત રુપિયા ૮ લાખ, બે મોબાઇલ કિંમત રુપિયા ૩ હજાર તેમજ રોકડા રૂપિયા ૪૫૪૦ મળી કુલ રુપિયા ૨૧ લાખ થીં વધુંનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે આવી છે તે અગાઉ સુરત ગ્રામ્ય એલ.સી.બી.ટીમને મોટી સફળતા સાંપડી હતીં ઝડપાયેલા બન્ને આરોપી પૈકી મનોહરસિંહ નારાયણસિંહ રાજપુત ઉંમર વર્ષ ૪૩ તથાં અન્ય એક આરોપી નામે કમલેશ મીઠાલાલ સાલ્વી ઉંમર વર્ષ ૩૧  મુળ રાજસ્થાન નાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે ગોવાથી માલ ભરાવનાર એક ઈસમ નામે રમેશભાઈ નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.