ચલથાણ : નગરપાલિકા ખાતે સામાન્ય સભા નાદાન નગરસેવકોની સભા બનવા પામી

સુરતની કડોદરા નગરપાલિકા ખાતે સામાન્ય સભા નાદાન નગરસેવકો ની સભા બનવા પામી હતી ભાજપ હસ્તગત પાલિકા પર સંપૂર્ણ ભાજપ શાસકોનો કબજો હોવા છતાંય પ્રમુખ અધ્યક્ષપદે મળેલી સભામા ભાજપના મોટાભાગના શાસકો રીતસરના વિપક્ષના એક માત્ર નગરસેવકની સુરમા સુર મિલાવતા હોય તે રીતે ચાલુ વર્ષના ત્રિમાસિક હિસાબોને લઈને વિરોધ નોંધાવ્યો હતો જેને લઈને આવનારા દિવસોમાં ભાજપ મોવડી મંડળ દ્વારા તમામ નગરસેવકોના ક્લાસ લેવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યુ હતુ.
ભારતીય જનતા પાર્ટી તેના શિષ્ટબંધ્ધ આચરણના કારણે દેશની અન્ય તમામ પાર્ટીઓ કરતા નોખી તરી આવે છે જે રીતે દેશના મોટાભાગના રાજ્યોમા ભાજપ પાર્ટી એક હથ્થુ શાસન ચલાવી રહી છે ત્યારે ભાજપના સિમ્બોલ સાથે ગ્રામીણ ચૂંટણીઓમાં સભ્ય તરીકે વિજય પ્રાપ્ત કરનારાઓ થી લઇને લોકસભાની ચૂંટણીઓમાં સાંસદ તરીકે વિજય પ્રાપ્ત કરનારાઓમાં એક ઉમદા પરિપક્વ નેતા તરીકેની છબી ઊભરી આવતી દેખાઈ છે પરંતુ આના કરતા અલગ ચિત્ર કડોદરા નગરપાલિકાની સામાન્ય સભામાં જોવા મળ્યુ હતુ.
કડોદરા નગરપાલિકા પ્રમુખ કલ્પેશભાઈ ટેલરના અધ્યક્ષપદે મળેલી સામાન્ય સભામાં શાસક પક્ષ જ ખુદ હોબાળો કરતા જોવા મળ્યા હતા પ્રમુખ સહીતના અન્ય ઉપસ્થિત નગરસેવકો દ્વારા જાણે વિપક્ષના ચુંટાયેલા એક માત્ર નગરસેવકના સુરમા સુર મિલાવતા હોય તે રીતે ચાલુ વર્ષના ત્રિમાસિક હિસાબોને લઈને વિરોધ નોંધાવ્યો હતો તે પણ એવા સમયે જ્યારે ૨૮ બેઠકો પૈકીની ૨૭ બેઠકો પર ભાજપે વિજય પ્રાપ્ત કર્યો છે જોકે સામાન્ય સભા અંતર્ગત મોટાભાગની દરેક સમિતિ દ્વારા કરાયેલા ઠરાવોને સર્વાનુમતે મંજૂરી આપી દિધી હતી તેમ છતાંય ગતરોજ જે પરિસ્થિતિનું નિર્માણ થયુ તે ભાજપ પાર્ટી માટે દુર્ભાગ્યપૂર્ણ બાબત કહી શકાય જેને લઈને આવનારા દિવસોમાં ભાજપ મોવડી મંડળ દ્વારા તમામ નાદાન નગરસેવકોના ક્લાસ લેવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ હતુ.
નગરપાલિકા સામાન્ય સભા અંતર્ગત ગત સભાના કામોને વાચનમાં લીધા બાદ બહાલી આપવા બાબત તથા અગાઉ મળેલ વિવિધ સમિતિઓની કાર્યવાહી ને બહાલી આપવા બાબતે સર્વાનુમતે મંજૂરી મળી હતી આ સાથેજ વર્ષ ૨૦૧૭-૧૮ ના ૧૪ મા નાણાપંચની ગ્રાટ આયોજન તેમજ સ્વભંડોળ અંતર્ગત નગરના વિકાસના કામોને સર્વાનુમતે બહાલી અપાઈ હતી જ્યારે નગરના ગટર તેમજ રસ્તાઓ બનાવતા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના બિલો અટકાવી દેવા બાબતે સર્વાનુમતે સહમતિ બની હતી તેમ છતાંય એક માત્ર ચાલુ વર્ષ એપ્રિલ ૨૦૨૧ થી જૂન ૨૦૨૧ ના ત્રિમાસિક હિસાબોને લઈને વિરોધ નોંધાવા પામ્યો હતો જેને વાચનમાં લીધા બાદ યોગ્ય ચર્ચા વિચારણા દ્વારા નિરાકરણ થઈ શકે તેમ હતુ પરંતુ નાદાન નગરસેવકો આ વાત સમજી શક્યા ન હતા ભાજપના ૨૮ માંથી મોટાભાગના તમામ શાસકોએ નગરના વિકાસ માટે વિચારવાનો સમય આપવાને બદલે માત્ર એક વિરોધના સુર પાછળ પોતાનો સુર મિલાવવાનુ મુનાસિબ માન્યુ હતુ અહીંથી નહી અટકતા પ્રમુખ અધ્યક્ષપદે એજન્ડાનાં મુદ્દાઓને વાચન તેમજ બહાલી આપ્યા બાદ પ્રમુખ દ્વારા સભા બરખાસ્ત નો આદેશ આપ્યો હતો જેથી સ્વાભાવિક પણે પાલિકા અધિકારી પોતાની ઓફીસમાં ચાલ્યા જતા તે બાબતે પણ શાસકોએ વિરોધ નોંધાવ્યો હતો જ્યારે વિપક્ષના એક માત્ર નેતા સંજય શર્માએ આ બાબતે નગરસેવકોના અપમાન સમુ ગણાવ્યુ હતુ.