ચલથાણ : ભાજપ સંગઠનનાં હોદ્દેદારો દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઇને કડોદરા નગર ભાજપ સંગઠનનાં હોદ્દેદારો દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન જિલ્લા પ્રમુખ સંદિપભાઈ દેસાઈ તેમજ જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ માનસિંહભાઈ પટેલનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને કડોદરા નગર ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત મુખ્ય અતિથિ તરીકે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપભાઈ દેસાઈ તથાં સુરત જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ તેમજ સુમુલ ડેરી ના ચેરમેન માનસિંહભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ વિસ્તારનાં વડીલ આગેવાન તેમજ સુમુલ ડેરી ના ભરતસિંહ સોલંકીએ પણ સભામાં અભિવૃદ્ધિ કરી હતી તમામ મહાનુભાવોનું કડોદરા નગરનાં જોશીલા ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો દ્વારા સુત્રોચ્ચાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.  
મધ્યસ્થ કાર્યાલયનાં ઉદ્ઘાટન પ્રસંગે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પ્રમુખ સંદિપભાઈ દેસાઈ તેમજ જિલ્લા ચૂંટણી ઈન્ચાર્જ માનસિંહભાઈ પટેલ દ્વારા કડોદરા નગર ભાજપનાં તમામ સાત વોર્ડનાં કુલ ૨૮ ઉમેદવારો ને ચૂંટણી વિજય માટે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી જે અંતર્ગત વડીલ આગેવાન માનસિંહભાઈ પટેલ દ્વારા પોતાનો ભુતકાળ વાગોળતાં જણાવ્યું હતું કે જેતે સમયે કડોદરા ચાર રસ્તેથી પસાર થતાં ત્યારનું કડોદરા અને હાલનાં કડોદરા નગરમાં આસમાન જમીનનો તફાવત થયેલો સ્પષ્ટ પણે દેખાઈ રહ્યો છે જે નગરનાં વિકાસની ચાડી ખાય છે.
જિલ્લા પ્રમુખ સંદિપભાઈ દેસાઈ દ્વારા પોતાનાં ઉદ્દબોધનમા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૫ મા અસ્તિત્વમાં આવેલ કડોદરા નગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ભાજપ પાર્ટીનાં ઉમેદવારો સંગઠન વગર ૨૧ બેઠકો જીતી હતી અને જે સમયે પાર્ટીએ માત્ર સાત બેઠકો ગુમાવી હતી જ્યારે આ વખતે નગરનાં વિકાસને કારણે ભાજપા પ્રત્યેના સમીકરણો વધું ગાઢ થયાં છે ત્યારે આ વખતે પાર્ટીનું મજબૂત સંગઠન પણ બની ગયું છે તે જોતાં તમામ ૨૮ બેઠકો ભાજપ હસ્તગત કરશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો આ સાથે જ વધું ઉમેરતાં તેમણે જણાવ્યું હતું કે પાછલાં પાંચ વર્ષમાં ભાજપ શાસકો દ્વારા નગરમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમજ નગરપાલિકા સ્વભંડોળ દ્વારા ૧૫૪ કરોડનાં વિકાસનાં કાર્યો થયા હોય ભારતીય જનતા પાર્ટી તમામ બેઠકો પર કબ્જો કરશે.