ચલથાણ : રોટ્રેક્ટ ક્લબ ઓફ હરીજ્યોત દ્વારા રક્ત દાન શિબિર યોજાઈ

પલસાણા તાલુકાનાં સાંકી ગામ ખાતે રોટ્રેક્ટ ક્લબ ઓફ હરીજ્યોત નવસારી દ્વારા રક્ત દાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે રક્ત સુરત રેડ ક્રોસ બ્લ્ડ બેન્ક ને અર્પણ કરવામાં આવ્યું હતું.
કોરોના કહેર વચ્ચે મોટી સંસ્થાઓ સાથે સંકળાયેલા આગેવાનો દ્વારા રક્ત દાન કેમ્પો યોજી રહ્યા છે ત્યારે  દર્દીઓને રક્ત ની અછત નહીં વર્તાય તેને ધ્યાનમાં રાખીને યુવાનો પણ આગળ આવી રહ્યા છે નવસારી ખાતે કાર્યરત "રોટ્રેક્ટ ક્લબ ઓફ હરીજ્યોત" દ્વારા પલસાણા તાલુકાનાં સાંકી ગામ ખાતે રક્ત દાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને ખુબ ઓછી સંખ્યામા રક્ત દાતાઓ સાથે નેનો રક્ત દાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે પલસાણા તાલુકાનું નાનું એવું સાંકી ગામ ખાતે ૨૦ યુનિટ જેટલું બ્લ્ડ એકત્રીત કરવાનો લક્શ્યાંક રાખવામાં આવ્યો હતો તેમ છતાં સ્થાનીક યુવાનો અને અગ્રણીઓ દ્વારા ઉત્સાહ દાખવતા માત્ર બે કલાકમાં ૨૬ યુનિટ જેટલું બ્લ્ડ એકત્રીત કરવામાં આવ્યું હતું જે રક્ત રેડ ક્રોસ બ્લ્ડ બેન્ક ને અર્પણ કરવામાં આવ્યું હતું.