જૂનાગઢ : આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો ડોર ટુ ડોર પ્રચાર શરુ

જૂનાગઢ જિલ્લાના ગામોમાં દિલ્લી ના ધારાસભ્ય રાજેશ ગુપ્તા,ઉમેદવાર અને આમ આદમી પાર્ટી કાર્યકર્તા નો ડોર ટુ ડોર પ્રચાર શરુ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું રણશિંગુ ફુંકાઈ ગયું છે.ત્યારે ભાજપ કોંગ્રેસ ને પછાડવા મજેવડી ,ગોલાધર સીટ પરના ઉમેદવાર અને સરપંચ ને આમ આદમી પાર્ટી દ્વારા ટિકીટ આપવામાં આવી છે. અને આમ આદમી પાર્ટી ગામે ગામ જઈ ડોર ટુ ડોર જઇ લોકોને વાસ્તવિકતા થી વાકેફ કરી રહ્યા છે. અને લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે.આમ આદમી પાર્ટી દિલ્લી થી પ્રચાર મા આવેલાં ધારાસભ્ય રાજેશ ગુપ્તા એ આ બાબતે ખાસ જણાવ્યું હતું કે લોકો ને મજબૂત મનોબળ અને કામ કરનાર વ્યક્તિ સત્તા મા જોઇએ છે.ભાજપ ની સરકારે અત્યાર સુધી માત્ર વાયદાઓ કરી વચનો આપી લોકો ને લોલીપોપ જ આપ્યા છે.બીજી તરફ દિલ્લી ની વાત કરતા જણાવ્યું હતું કે દિલ્લી મા સ્ત્રી ની સુરક્ષા અને બીજા કોઈ અણબનાવ ના બને માટે સીસિટીવી ,યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે સારું શિક્ષણ અને સારી સ્કુલો ખેડૂતોને એકર દીઠ પચાસ હજાર રૂપિયા આપ્યા છે અમારિ દિલ્લી ની કેજરીવાલ સરકારે
ત્યારે બીજી તરફ ઉમેદવાર જીગ્નેશ હીરપરા એ પણ જણાવ્યું હતું કે અમારા પક્ષ "આપ" ના ધારાસભ્ય ને કોઈ કમાન્ડો ની જરૂર નથી તે નાના માણસો વચ્ચે ગામે ત્યારે કોઈ પણ સિક્યુરિટી વિના આવી બધાને સમજી શકે છે . કારણ કે જે સરકાર ભ્રષ્ટાચાર કરે તેમના દુશ્મનો હોય અને એમને કમાન્ડની જરૂર પડે આવનાર દિવસો માં પ્રજાના કામ કરી. આમ આદમી પાર્ટી પૂરા ગુજરાત માં સત્તા મા આવશે.
ભાજપ અને કોંગ્રેસ થી ત્રાહિમામ પોકારી લોકો ને પોતાના કામ થાય બસ એજ જોતું છે