જૂનાગઢ : ઓસ્ટિન કંપનીમાં નોકરીના આવવા જવાના સમયમાં છૂટ આપવા માંગ

કરફ્યુ દરમ્યાન ઓસ્ટિન કંપનીના કામદાર મંડળે નોકરીના આવવા જવાના સમય માં છૂટ આપવા જૂનાગઢ કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું..
ઓસ્ટીન એન્જી કંપની ના કામદાર મંડળે નોકરીના સમય મા આવવા જવાના સમયમાં પડતી મુશ્કેલી મામેલે જૂનાગઢ કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી .ઓસ્ટીન એન્જી કંપની ના પાટલા કામદારોના પ્રતિનિધી મંડળ દ્વારા કંપનીના પર્સનલ મેનેજરને મળેલ પોતાના કામ ના સમય ની રજૂઆત કરી હતી .પરંતુ કંપનીના પર્સનલ મેનેજરે હાલની પરિસ્થિતીમાં નાઈટ કર્યું ચાલુ તેથી કંપની ની ફસ્ટ શિફટ અને સેકન્ડ શિકટ બંધ કરેલ છે , કામદારો કંપનીના સ્ટાફ બસમાં આવક જાવક કરે છે .કામદારો નો રેગ્યુલર નોકરીનો સમય સવારે ૫ વાગ્યાથી શરૂ થઈને રાતના ૧૧-૩૦ વાગ્યા સુધીનો હોય અને ફૅક્ટરી જુનાગઢ થી આશરે ૨૨ કિ.મી. દૂર આવેલ છે. કામદારોને નોકરીમાં આવવા જવામાં તકલીફ પડે છે. જેથી કામદારો ને પડતી મુશ્કેલી બાબતે જૂનાગઢ કલેકટર ને રજૂઆત કરવામાં આવી હતી.જ્યારે મેનેજર પણ આ બાબતે કામદારો પ્રત્યે હકારાત્મક હોય તો તંત્ર ને આ બાબતે યોગ્ય નિકાલ કરવા કામદાર મંડળે જણાવ્યું હતું...