જૂનાગઢ : કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે વિરોધ પ્રદર્શન

દિવસેને દિવસે પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવને લઇને જનતા ત્રાહિમામ પોકારી ગઇ છે.ત્યારે બીજી તરફ મોંઘવારી એ પણ માઝા મૂકી છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે ત્યારે આ બાબતને લઈ જુનાગઢ કોંગ્રેસ ધારાસભ્ય કોંગ્રેસ દ્વારા રેલી યોજી ભાવ વધારા નો વિરોધ કર્યો હતો.પેટ્રોલ ડીઝલ ના ભાવ વિરોધ કરતા કોંગ્રેસ દ્વારા રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો ત્યારે ધારાસભ્ય ,શહેર કોંગ્રેસ પ્રમુખ, અને કાર્યકર્તાઓ સહિત 15 લોકો ની કરી અટકાયત.પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા ને લઈ ને કોંગ્રેસ આકરા પાણીએ છે.