જૂનાગઢ : કેશોદના ખેડુતોને તરબુચના વાવેતરમાં નુકશાન વેઠવાની નોબત

કોરોના મહામારીના કારણે લોકો ઘર બહાર ઓછા નીકળતા હોવાના કારણે મંદિના માહોલથી પોષણક્ષમ ભાવ ન મળતા અને ખર્ચ વધુ થતા પ્રતિ વિઘે દશ હજારની નુકશાની જવાની ખેડુત ભીતી સેવી રહ્યા છે
કેશોદના માંગરોળ રોડ મામલતદાર કચેરી સામે આવેલ ખેતરમાં ગોવિંદભાઈ વશરામભાઈ મજીઠીયા નામના ખેડુતે પાંચ વિઘામાં તરબુચનું વાવેતર કરેલ હતું મલ્ચીંગ પ્લાન દ્વારા પાંચ વિઘામાં ટપક પદ્ધતિથી તલબુચની સારી કંપનીના મોંઘા ભાવના
બિયારણનું વાવેતર કર્યું ખાતર બિયારણ જંતુનાશક દવાનો છંટકાવ સાથે અથાગ મહેનત કરી જે મહેનત રંગ લાવી પણ ખરી દર વખત કરતા આ વર્ષે દોઢુ ઉત્પાદન થવાની પણ ખેડુત શક્યતા સેવી રહયાછે
આશરે સિતેર દિવસે તરબુચનો પાક તૈયાર થયો
તરબુચની વેરાયટી પણ ખુબ સારી થઈ બે કિલોથી પાંચ કિલો સુધીના તરબુચ થયા તરબુચના વાવેતરથી ઉત્પાદન તૈયાર થયા સુધીમાં ખાતર બિયારણ દવાના છંટકાવ ખેત મજુરી સહીત પાંચ વિઘામાં આશરે નેવુ હજારથી એક લાખ જેટલો ખર્ચ થયોછે તરબુચનું દોઢુ ઉત્પાદન થવાથી ખેડુતના મનમાં ખુશ હતા પણ કુદરતી આપતથી એ ખુશી છીનવાઈ જશે એ ખેડુતને ખબર ન હતી તરબુચનો પાક તૈયાર થાય એ પહેલા કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું જેના કારણે લોકો ઘર બહાર નીકળવાનું ઓછુ થતાં તલબુચના વેચાણમાં મંદિનો માહોલ જોવા મળી રહ્યોછે ખેડુત વાડીએ તલબુચનુ પ્રતી કિલો દશ રૂપીયાના ભાવે છુટક વેંચાણ કરી રહયાછે જ્યારે જથ્થાબંધ તરબુચના પ્રતી કિલો માત્ર ત્રણથી ચાર રૂપીયા જેવો ભાવમાં વેપારીઓ માંગણી કરી રહયાછે તરબુચના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડુતને પ્રતી વિઘે આશરે દશ હજારની નુકશાની વેઠવી પડશે તેવો ખેડુત દ્વારા અનુમાન સેવાઈ રહ્યું છે જે મુજબ ખેડુતને પાંચ વિઘાના તરબુચના વાવેતરમાં
આશરે ચાલીશથી પચ્ચાસ હજારનું ઉત્પાદન થશે જેની સામે ચાલીસથી પચ્ચાસ હજારની નુકશાની થાય તેવી સંભાવનાછે
ખેડુતો દ્વારા મહા મહેનતે ખેત પેદાશોનું ઉત્પાદન કરવામાં આવેછે ત્યારે ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ ન મળતાં અનેક ખેડુતો આર્થિક નુકશાની ભોગવી રહયાછે ત્યારે ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવી ખેડુતોની માંગ ઉઠવા પામી છે