જૂનાગઢ : નરસિંહ મહેતાની જન્મજયંતિના દિવસે પણ મનપાને પ્રતિમા યાદ ના આવી

નરસૈયા ની નગરી તરીકે ઓળખાતા જૂનાગઢમાં આજે નરસિંહ મહેતા ની 613 મી જન્મજયંતિ ના દિવસે પણ જૂનાગઢ મનપા પ્રતિમા ના યાદ આવી
જૂનાગઢ એટલે નરસૈયા ની નગરી. જ્યારે કરોડો રૂપિયા ની ગ્રાન્ટ સરકાર જૂનાગઢ ના વિકાસ માટે આપે છે.
નરસિંહ મહેતાજી ની ૬૧૩ મી જન્મજયંતિ છે ત્યારે આજ ના દિવસે પણ નરસિંહ મહેતા ની પ્રતિમા સાફ કરવાનો સમય જૂનાગઢ ની મનપા ના મળ્યો .થોડા દિવસો પહેલા જ નરસિંહ મહેતા તળાવ પાસે નરસિંહ મહેતાના કરતાલ ની ચોરી થયાનો બનાવ બન્યો હતો .ત્યારે હજુ સુધી એ બાબતે કોઈએ ધ્યાન આપ્યું નથી .ત્યારે જૂનાગઢ કર્મભૂમિ તરીકે નિષ્કામ કૃષ્ણ પ્રેમ ભક્તિમાં પોતાનું જીવન પૂર્ણ કરનાર ભક્ત કવિ અને સંત શિરોમણી નરસિંહ મહેતા જીની ૬૧૩ મી જન્મજયંતિ ના દિવસે આંધળી મનપા ને નરસિંહ મહેતા કેમ ના દેખાયા ?
મૂર્તિ પરનો જાંખો પડેલો કલર જૂનાગઢ મનપા ની આળશ ને સાફ નજરે બતાવે તેવી છે. બીજી તરફ જૂનાગઢ ને કરોડો રૂપિયા ની ગ્રાન્ટ મળે છે તો શું નરસિંહ મહેતા ની મૂર્તિ ને કલર કરાવવાના પણ પૈસા નથી. કે પછી મનપા ને આવા નાના કામ મા રસ નથી . નરસિંહ મહેતા તળાવના દુર્ગધ મારતા માછલાં મરવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ત્યારે સંત શિરોમણી નરસિંહ મહેતા પણ જૂનાગઢ મનપા ના સત્તાધીશો ને એમની ગુલાબી કામગીરી માટે શુભકામના પાઠવતા હશે. અને કહેતા હશે મારો હરી કરે એ ઠીક.....