જૂનાગઢ : ભેસાણમાં હીરા ઉદ્યોગમાં કારીગરોની ઘટને કારણે મંદીનો માહોલ

કોરોના કાળ ના ડર થી જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં હીરા ઉદ્યોગમાં કારીગરોની ઘટને કારણે કારખાનેદારને નડી રહ્યો છે મંદીનો માહોલ
ભેસાણ માં આવેલા હીરા ઉદ્યોગમાં 30 થિ 35 કારખાના તાલુકાના વિવિધ ગામડાઓમાંથી દસ હજારથી વધારે કારીગરો હીરાધસી રોજીરોટી મેળવતા હોય છે પરંતુ એક વર્ષથી વધારે સમયથી કોરોના મહામારીએ હીરાના કારખાને દારોની કફોડી હાલત કરી નાખી છે ભેસાણ ના કારખાનેદાર ના જણાવ્યા પ્રમાણે લાંબા સમયથી કારખાના બંધ હતા હવે ચાલુ કર્યા છે તો કોરોના વાયરસથી હીરના કારીગરોમાં ભડક છે સુરત ભાવનગર હીરા માર્કેટમાં ફૂલ તેજી હોય પરંતુ કારીગરોની ધટ સર્જાતા પૂરતા પ્રમાણમાં કારીગરો ન આવતા કારીગરોની ધટને કારણે હીરા તૈયાર થતા નથી પ્રમાણમાં કારખાનેદારને ખર્ચ ખુબજ વધી ગયાને કારણે કારખાનેદારની સ્થિતિ કફોડી બની છે