જૂનાગઢ : મનપાના સિટી ઇજનેરને વધારાની નોકરી આપવાનો વિરોધ

RTI એક્ટિવિસ્ટ અને સમાજિક કાર્યકર્તા સાગર મકવાણા એ જુનાગઢ મનપા ના સિટી ઇજનેર લલિત વાઢેર ને એક્સ્ટેંશન (વધારાની નોકરી ) આપવાના વિરોધ મા મુખ્યમંત્રીને પત્ર લખી અને મનપા કમિશ્નર ને આવેદપત્ર પાઠવી રજુઆત કરી.
ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જૂનાગઢ મનપાના કાર્યપાલ ઈજનેર નો નોકરીનો સમય પૂરો થયો હોવા છતાં એક્સ્ટેંશન (વધારાની નોકરી ) આપવાની બાબતે અને નરસિંહ મહેતા બ્યુટીફીકેશન, કૌભાંડ દામોદર કુંડ રીનોવેશન ,કૌભાંડ પેવર બ્લોક કૌભાંડ, રસ્તાના નવીનીકરણમા કોભાંડ કર્યા ના આક્ષેપો થી ઘેરી RTI એક્ટિવિસ્ટ અને સમાજિક કાર્યકર્તા સાગર મકવાણા મુખ્યમંત્રી ને રજૂઆત કરી હતી .જુનાગઢ મહાનગરપાલિકાના કાર્યપાલ ઈજનેર લલિત વાઢેર દ્વારા જુનાગઢમાં આચરવામાં આવેલ યશસ્વી કામગીરી નો સુવર્ણ ઈતિહાસ બદલ એક્સ્ટેંશન શા માટે આપવામાં આવ્યું છે આ બાબત જૂનાગઢના લોકો મા ચર્ચાનો વિષય બની ગયો છે ત્યારે મહાનગરપાલિકામાં અસ્તિત્વમાં આવી ત્યારથી આજે વર્ષ 2021 સુધીમાં પ્રજાની પરસેવાની કમાણી માંથી ઈમાનદારીથી પ્રજાના રૂપિયા ને જૂનાગઢની પ્રજાને સુખ સુવિધા સગવડતા આપવાને બદલે કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવતા હોવા ના આક્ષેપો સાથે સાગર મકવાણા દ્વારા જુનાગઢ મુખ્યમંત્રી ને પત્ર દ્વારા અને મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને મીડિયાને જણાવ્યું હતું કે જુનાગઢ મહાનગરપાલિકાના આ અધિકારી દ્વારા ભયંકર ભ્રષ્ટાચારી આચરવામાં આવેલ છે જેમાં નરસિંહ મહેતા બ્યુટીફીકેશન કૌભાંડ દામોદર કુંડ રીનોવેશન કૌભાંડ પેવર બ્લોક, કૌભાંડ રસ્તાના નવીનીકરણ કે જેના માટે પ્રજાએ કરવાથી તેમજ ગુજરાત સરકાર તરફથી વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવેલ હતા જેનો કોઈ હિસાબ આજ સુધી આ ભ્રષ્ટાચારી કાર્યપાલક ઇજનેર એ આપેલ નથી.. છેલ્લા ઘણા વર્ષોથી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢના ટાઉન પ્લાનિંગ જૂનાગઢના વિકાસના નામે બોગસ બાંધકામ મંજૂરી મેળવવા માટે કરોડો રૂપિયા જૂનાગઢના ભ્રષ્ટાચાર કરેલ છે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર કાર્યપાલ ઈજનેર ને ફરી એક્સ્ટેંશન આપવું એટલે બિલાડીને ખીરનું રખોપું આપવા બરાબર છે છતાં આ અધિકારી પણ કોઈપણ જાતના પગલાં ભરે નથી