જૂનાગઢ : રામવાડી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

જીવનમાં ઓક્સિજનની જરૂરિયાત અને પ્રકૃતિ ને ટકાવી રાખવા પ્રાગદાસ બાપા ગોદડીયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ રામવાડી ખાતે પૂર્વ ગૃહમંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
હાલમાં કોરોના મહામારીનો સામનો દરેક જનસમુદાય કરી રહ્યો છે, ત્યારે કોરોનામાં ઓક્સિજનની ઉણપથી ઘણા લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારે લોકોને ખરા અર્થમાં ઓક્સિજન શું છે, તેની સમજ આવી ત્યારે વૃક્ષો વિના પ્રકૃતિ સોંદર્ય નકામું છે કારણ કે વૃક્ષો હશે તો માનવ જીવન હશે .પશુ પંખી હશે . બીજી તરફ થોડા સમય પહેલા જ આવેલાં તાઉતે વાવાઝોડા એ જે તબાહી મચાવી છે તેનાથી માનવ જીવન અને ખાસ કરી ને વૃક્ષોને ભારે નુકશાન થયું છે ત્યારે ગીરના જંગલ ની બીજા વિસ્તારની વાત કરીએ તો ઘણા ઘેરુર અને ઘટાદાર વૃક્ષો પડી ગયા છે ત્યારે ફરી માનવ જીવન અને પશુ પંખી નો આશરો સચવાઈ રહે તે હેતુ થી બધાએ વધુ મા વધુ વૃક્ષો વાવી પર્યાવરણ શુદ્ધ કરવા ભાગીદાર બનવું જોઈએ.
જુનાગઢ શ્રી પ્રાગદાસબાપા ગોદડીયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી એન.પી.પટેલ દ્વારા રામવાડી-૧ જુનાગઢ ખાતે ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રીશ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, અને જેમાં સમગ્ર ગુજરાતમાં આ ચોમાસું સીઝન દરમ્યાન એક લાખ અગિયાર હજાર એકસો એક વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો હતો.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પૂર્વ ગૃહમંત્રીશ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, શ્રી પ્રાગદાસબાપા ગોદડીયા અન્નક્ષેત્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી એન.પી.પટેલ, આદિત્ય ફાઉન્ડેશનના પ્રમુખશ્રી હિરેનભાઈ બોરીચા, દિનેશભાઈ પટેલ, ડાયાભાઈ ભરવાડ, કુમારભાઈ લીમાણી, હીરાભાઈ ભરવાડ, મહેન્દ્રસિંહ જાડેજા સહિતના સામાજિક આગેવાનો તથા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.