જામનગર : કોંગી નગરસેવકો સ્ટેન્ડીંગ કમિટી સામે ધરણા પર બેઠા

જામનગર મહાનગરપાલિકા કુલ 5 જગ્યામાંથી 1 જગ્યામાં સીટી એન્જીનીયર નિમણુક થયેલ હોય. બાકી રહેતી 4 કાર્યપાલક એન્જીનીયર પરની જગ્યા ઘણા સમયથી નિમણુક કરવામાં આવતી નથી.અને ચાર્જમાં અધિકારીઓને રાખવામાં આવતા હોવાથી તેમજ વધારે ચાર્જ સોપવાથી અધિકારી ઉપર કામનું ભારણ રહે છે આ બાબતે જનરલ બોર્ડમાં પણ રજૂઆત કરેલ છે તાત્કાલિક ધોરણે કાર્યપાલક એન્જીનીયરની નિમણુક કરવામાં નહી આવે તો અઠવાડિયામાં એક વખત ધરણા કરવામાં આવશે, જ્યાં સુધી 4 કાર્યપાલક એન્જીનીયરને સીન્યોરીટી, લાયકાત અને અનુભવના આધારે નિમણુક કરવામાં નહી આવે ત્યાં સુધી અઠવાડિયામાં એક દિવસે 11:00 થી 5:00 વાગ્યા સુધી ધરણા કરવામાં આવશે તેવી ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે.જેએમસી ટેકનીકલ યુનિયન ઉઠાવી ચુક્યું છે, અને તેના પરિણામ સ્વરૂપ કેટલાક અધિકારીઓને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે, ત્યારે આ રીતે કરોડોનો વહીવટ કરતી મહાનગરપાલિકાનું ગાડું કેમ ગબડે તે સૌથી મોટો સવાલ છે.અને કોગ્રી નગરસેવિકા રચનાબેન નંદાણીયા એ મિડિયા સાથે ની વાત માં જણાવ્યું કે જરૂર જણાય તો CM સુધી રજુઆત કરવામાં આવશે.