જામનગર : કાલાવડમાં કોવિડ સેન્ટરની મુલાકાત લેતાં સાંસદ પુનમબેન માડમ

કાલાવડમાં ભાજપ દ્ધારા શરૂ કરાયેલ કોવિડ સેન્ટર તેમજ તાલુકા હેલ્થ કચેરીની મુલાકાત લેતાં સાંસદ પુનમબેન માડમ. કોવિડ અંગેની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જામનગર જીલ્લા ના કાલાવડમાં લેઉવા પટેલ સેવા સમાજ સંચાલીત હિરપરા કન્યા છાત્રાલય તેમજ જેપીએસ સ્કુલ તથા કાલાવડ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે.કાલાવડ 108 ગામો ધરાવતો તાલુકો છે અને અહીં એક પણ કોવિડ કેર સેન્ટરની સુવિધા નથી. ત્યારે સ્થાનીક કાલાવડ ભાજપના અગ્રણીઓ દ્વારા શહેરના રણુજા રોડ પર આવેલી જેપીએસ સ્કુલ ખાતે અટલ કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીં 40 બેડ સામાન્ય અને 10 ઓકસીજન બેડની હાલ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે સમયની જરૂરીયાત મુજબ વધારાના પ0 બેડની વ્યવસ્થા કરવાનું ભાજપ અગ્રણીઓ આયોજન કરી રહ્યા છે. ત્યારે આ કોવિડ કેર સેન્ટર તેમજ તાલુકા હેલ્થ કચેરી ની મુલાકાતે આવી પહોંચ્યા જામનગર ના સાંસદ પુનમબેન માડમ. સાંસદશ્રીએ હોસ્પિટલના ડોક્ટરો તથા સ્ટાફ સાથે દાખલ દર્દીઓની સંખ્યા, બેડની સંખ્યા, કેન્દ્રમાં ઓક્સીજનની ઉપલબ્ધતા, બાયપેપ સહિતના મશીનોની વ્યવસ્થા, દર્દીઓનો રિકવરી રેટ, આવશ્યક દવાઓની સુવિધા વગેરે બાબતે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય એ બાબત છે કે સેન્ટર માંથી ૧૨૫ થી વધુ દર્દી સાજા થઈ ને રજા આપવામાં આવી છે. તેમજ તાલુકા હેલ્થ કચેરી ની મુલાકાત દરમિયાન હોસ્પિટલ સ્ટાફ તથા સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરવામાં આવેલ સૂચનો તથા રજૂઆતો સાંસદે સાંભળી હતી અને તે અંગે સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમજ પેરા મેડિકલ સ્ટાફ તેમજ હોસ્પિટલ ના સ્ટાફ ને અવિરત સેવા બદલ અભિનંદન પણ આપ્યા હતા..આ તકેઆ તકે મેઘજીભાઈ ચાવડા પુર્વ ધારાસભ્ય કાલાવડ , જગદીશભાઈ સાંગાણી આરોગ્ય સમિતિ ના ચેરમેન જીલ્લા પંચાયત જામનગર , ગાંડુબાપા ડાંગારીયા , મનોજ જાની જિલ્લા મહામંત્રી , કશિયપ વૈષ્ણવ શહેર પ્રમુખ,અજમલ ગઢવી નગરપાલિકા પ્રમુખ,એમ.પી.ડાંગરિયા કાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ , અભિષેક પટવા મહામંત્રી શહેર , હસુંભાઈ વોરા પૂવ શહેર પ્રમુખ , જમનભાઈ તારપરા હિરપરા કન્યા છાત્રાલય પ્રમુખ , સંજય ડાંગરિયા જેપીએસ સ્કૂલ પ્રમુખ, વલ્લભભાઈ સાંધાણી, નાનજી ચોવટિયા નગરપાલિકા ના સદસ્ય સહિત અન્ય ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો તેમજ કાર્યકરો