જામનગર : ધોરણ 10 ના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત કરવા માંગ

જામનગરમાં NSUI અને યુથ કોગ્રેસ દ્ધારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત કરવા અંગે રાજ્યના શિક્ષણ મંત્રી અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ના અધ્યક્ષ અને પરીક્ષા સચિવ ને સંબોધાયેલ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
જામનગરમાં એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને ધોરણ 10 ના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત કરવા અંગે રાજ્યના શિક્ષણ મંત્રી અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ના અધ્યક્ષ અને પરીક્ષા સચિવ ને સંબોધાયેલ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રાજ્યમાં કોરોના ના કપરા કાળમાં શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા નહિ લેવાનું નક્કી કરી ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે ત્યારે જામનગરમાં અઢારથી વીસ હજાર વિદ્યાર્થીઓ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં 8 લાખથી વધુ એસએસસીના વિદ્યાર્થીઓની પરીક્ષાથી પરત કરવા માગણી કરવામાં આવી છે રાજ્યમાં ધોરણ 10 ના 8 લાખથી વધુ વિદ્યાર્થીઓ ની કરોડો રૂપિયાની પરીક્ષા ફી થવા જાય છે જે પરીક્ષા લેવામાં નથી આવી તેની ફી પરત કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે અને જો માગણી નહીં સંતોષાય તો રાજ્યમાં આ મુદ્દેેે આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે..