જામનગર : નગરપાલિકાના વોર્ડ નં.૭ પેટા ચુંટણી માટે કાર્યાલય ખુલ્લું મુકાયું

જામનગર જીલ્લા માં આગામી સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી ના પડઘમ વાગી ચુકયા છે. જામજોધપુર નગરપાલિકા વોર્ડનં-૭ માં પેટાચૂંટણીના ઉમેદવાર વિજયભાઈ રમેશભાઈ મકવાણાના ચૂંટણી કાર્યાલયને ભાજપ ને અગ્રણી દ્ધારા ખુલ્લું મુકવામાં આવ્યુ. આ તકે વાસ્મોના ચેરમેન અમુભાઇ વૈશ્નાણી નગરપાલિકા ઉપપ્રમુખ નરેદ્રભાઇ કડીવાર યાર્ડ ના ઉપપ્રમુખ સી.એમ વાછાણી જિલ્લ ચૂંટણી ઇન્ચાર્જ ચેતનભાઈ કડીવાર શહેર ભાજપ પ્રમુખ જયેશ ભાલોડીયા પૂર્વ પ્રમુખ ખુશાલ જાવિયા અગ્રણી ગીરીશભાઈ ખાંટ ભાજપ અગ્રણી વિકાસ બચુભાઇ સોલંકી યુવા અગ્રણી હરેશ રાબડીયા વોર્ડને ૭ ના ઇન્ચાર્જ ભારાભાઈ ગઢવી ભાજપ કાર્યકરો ની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ હતું