જામનગર : પ્રધાનમંત્રી ગરીબ યોજનાનો કાર્યક્રમ યોજાયો

રૂપાણી સરકારને પાંચ વર્ષ પુર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યુ.આજે કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં આગેવાનોની ખાસ ઉપસ્થિતમાં પ્રધાનમંત્રી ગરીબ યોજનાનો કાર્યક્રમ યોજાયો.
ભારતીય જનતા પાર્ટી ની રૂપાણી સરકાર ને પાંચ વર્ષ પુર્ણ થયાની ઉજવણી નિમિત્તે આજે જામનગર જીલ્લા ના કાલાવડ શહેર તેમજ તાલુકાના હરીપર, જાલાસણ, બાબીયા , નવાગામ ,અને બાલંભડી ના લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ કીટ વિતરણ કાર્યક્રમ યોજાઇ ગયો.. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ હસુભાઈ વોરા, નગરપાલિકા પ્રમુખ અજમલભાઈ ગઢવી, મહામંત્રી મહેશભાઈ સાવલિયા, વિનુભાઈ રાખોલિયા, જામનગર જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ભૂમિતભાઈ ડોબરીયા, અભિષેકભાઈ પટવા, ભુપતભાઇ વિરાણી, વિજયભાઈ ફળદુ, કશ્યપભાઈ વૈષ્ણવ, નાનજીભાઈ ચોવટીયા, સંજયભાઈ ડાંગરીયા, મનોજભાઈ પરમાર, વલ્લભભાઈ સાંગાણી, વલ્લભભાઈ વાગડીયા, તરુણભાઈ ચૌહાણ, રાજુભાઇ વાદી, સંજયભાઈ દોન્ગા, વિરેન્દ્રસિંહ જાડેજા, નટુભાઈ બારોટ, પ્રફુલભાઈ રાખોલીયા, કિશોરભાઈ નિમાવત, નાથાભાઈ ચંદ્રપાલ, જેન્તીભાઈ કમાણી, હરિશ્ચંદ્રસિંહ જાડેજા, મહિલા મોરચામાં હીનાબેન રાખોલીયા, ગીતાબેન મુંગરા, રેખાબેન તારપરા, ભારતીબહેન માખેલા, વગેરે આગેવાન કાર્યકરો એ ખડેપગે ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સાથો સાથ વડાપ્રધાન નરેન્દભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ દ્વારા વીડીયો કોન્ફરસ થી લાભાર્થીઓને સંબોધન કરેલ.