જામનગર : વોર્ડ નંબર 12 માં યોજાયો હાર્દિક પટેલનો રોડ શો

જામનગર માં હાર્દિક પટેલની ચૂંટણી રેલી.મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના પ્રચારમાં રેલી. જામનગરના વિવિધ વિસ્તારોમાં રેલી નિકળી. લોકો ગુલાબ ના ફુલો નો વરસાદ કર્યો.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના શુક્રવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે...તે પહેલા આજે કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જામનગરના વોર્ડ નંબર 12માં રોડ શો યોજ્યો હતો.કૉંગ્રેસના ગઢ સમાન વોર્ડ નંબર 12માં આવેલા હાજીપીર ચોકથી કાલાવડ નાકા બહાર સુધીના રસ્તા પર રોડ શો યોજવામા આવ્યો હતો.રોડ શો દરમિયાન વોર્ડ નંબર 12ના મતદારોએ ગુલાબોના ફૂલોનો વરસાદ કરી હાર્દિક પટેલનું સ્વાગત કરાયું હતું. રોડ શોમાં મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકર્તાઓ જોડાતા કાલાવડ નાકાથી દરબાર ગઢ સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.આ સમયે ઢોરનું એક ટોળું લોકોની વચ્ચે ઘૂસી આવતા નાસભાગ મચી હતી. સદનસીબે જાનહાનિ થતા અટકી હતી.રોડ શોમાં ધારાસભ્ય વિક્રમ માડમ, પૂર્વ વિપક્ષ નેતા અલ્તાફ ખફી સહિત કૉંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા.