જામનગર : સાંસદ પુનમબેન માડમ દ્વારા જાહેર સભાને સંબોધન કરાયું

નવાગામ જીલ્લા પંચાયત તાલુકા પંચાયત ની સીટ ના ઉમેદવાર ના પ્રચારે આવ્યા સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ રાજકીય પક્ષો પોતાના ઉમેદવાર ને જીતાડવા એડીચોટી જોર લગાવી રહયા છે. કાલાવડ ના નવાગામ જીલ્લા તાલુકા પંચાયત ના ઉમેદવાર ને જીતાડવા પ્રચાસ પ્રસાર માટે આવ્યા જામનગર ના સાંસદ પુનમબેન માડમ..
આગામી સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી ને અનુલક્ષીને કાલાવડ તાલુકા ના નવાગામ જીલ્લા તેમજ તાલુકા પંચાયત ના ઉમેદવાર ને જીતાડવા રાજકીય પક્ષો એડિ ચોટી જોર લગાવ્યુ છે. ત્યારે કાલાવડ તાલુકા ના નવાગામ જીલ્લા પંચાયત ની બેઠક ના ઉમેદવાર એવા કાલાવડ ના પુર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ના પત્ની ગોમતીબેન નું જાહેર થયુ છે. ત્યારે આજે જામનગર ના સાંસદ પુનમબેન માડમ દ્ધારા જાહેર સભાને સંબોધન કર્યુ. પુનમબેન માડમે જણાવ્યું વિકાસ ની રણયાત્રા માં આપ સૌવ સાથે મળી જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત માં ભાજપ પ્રેરીત મતદાન કરવા સાંસદ અપીલ કરી હતી. આ તજે પુનમબેને વિપક્ષ પર આડકતરી રીતે પ્રહાર કર્યા હતા. પુનમબેને મહિલા ઉમેદવાર ને સંવેદના ની મુર્તી કિધી. આ તકે જીલ્લા પંચાયત સીટ ના ઉમેદવાર ગોમતીબેન સાથે અમારા પ્રતિનિધિ ની હર્ષલ ખંધેડિયા ને જણાવ્યું હતુ કે વિકાસ ની રથયાત્રા માં વિકાસ કરી લોકો ની સેવા કરવાનો અવશર મળ્યો છે.ત્યારે લોકો ભાજપ પ્રેરિત મતદાન કરે તેવી અપીલ. આ જાહેરસભા માં અાજુબાજુ ના ગ્રામલોકો મોટી સખ્યા માં ઉપસ્થિતિ રહયા હતા. અને લોકો ભાજપ ના ઉમેદવાર જંગી બહુમતી થી જીતાડવાનો કોલ આપયો હતો...