ડભોઇ : અંબિકાનગર સોસાયટી ખાતે શેરી ગરબાની રમઝટ જામી

ડભોઇ શહેરમાં આદ્યશક્તિની આરાધના અને ગરબે ઘુમવા ના યુવાનો ના ઓરતા લઈને આવતો શક્તિ ભક્તિના પર્વ નવરાત્રિનો આજે પાંચમો દિવસે ડભોઇ અંબિકાનગર સોસાયટી ખાતે શેરી ગરબા ની રમઝટ સાથે ગરબા રસિયાઓ ખુશહાલ નજરે પડે છે
નવરાત્રી એટલે મા શક્તિ નું આરાધનાનું નવ દિવસનું મહાપર્વ છે આ પર્વ નિમિત્તે જપ તપ ને પ્રાધાન્ય અપાયું છે છેલ્લા બે વર્ષથી કોરોનાવાયરસ ને કારણે યુવાધન મા નિરાશા જાગી હતી પરંતુ ચાલુ વર્ષે સરકાર ની ગાઈડલાઈન મુજબ શેરી ગરબાના આયોજન માટે નવરાત્રિના મહાપર્વની ઉજવણી કરવા સરકારે આદેશ આપ્યા હોવાથી સમગ્ર ગુજરાત સહિત ડભોઇ શહેર ઐતિહાસિક નગરી દર્ભાવતિ માં પણ નગર અને સોસાયટી વિસ્તારોમાં શેરી ગરબાની રમઝટ જામી છે ત્યારે મા શક્તિની આરાધના પર્વ પ્રસંગે અંબિકાનગર સોસાયટી ખાતે શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે કે આ અંગે વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલે પોતાના ઘરના આંગણે યુવાધન ગરબે રમતા જોઈ માતા-પિતા અને પરિવારોના ચહેરા પર ખુશાલી નજરે જોવાતી હતી અને સૌથી ઓછા ખર્ચે નગર અને સોસાયટીઓમાં શેરી ગરબા ના આ આયોજન થી લોકોમાં આનંદની લાગણી છવાઈ છે એનું જણાવ્યું હતું